'મુનવ્વરે જાહેરમાં મારી માફી માગવી જોઈએ', મન્નારા કેમ છે ફારુકી પર ગુસ્સે

PC: jagran.com

'બિગ બોસ 17'ની ગ્રાન્ડ ફિનાલે થઈ ગઈ છે. સ્ટેન્ડ અપ કોમેડિયન મુનાવર ફારૂકી આ સીઝનનો વિજેતા બન્યો છે. જ્યારે મુનવ્વર શોમાં હતો ત્યારે તેણે અંકિતા લોખંડે સામે ખુલાસો કર્યો હતો કે મન્નારાએ તેને કિસ કરી હતી અને તે અસહજ થઈ ગયો હતો. હવે મન્નારાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

રિયાલિટી શો 'બિગ બોસ 17' ખતમ થઈ ગયો છે, પરંતુ શો અને તેના સ્પર્ધકો હજુ પણ સમાચારમાં છે. આ સીઝન સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીએ જીતી છે. શોમાં મન્નારા ચોપરા સાથેની તેની બોન્ડિંગમાં ઉતાર-ચઢાવ રહ્યા હતા. ક્યારેક બંનેએ મિત્રતા નિભાવી તો ક્યારેક દુશ્મની. મુનવ્વરે મન્નારા વિશે એક વાત કહી હતી. તે અંકિતા લોખંડે પાસે ગયો હતો અને તેનું દુઃખ વ્યક્ત કર્યું કે મન્નારાએ તેને કિસ કરી અને તે અસહજ થઈ ગયો હતો. હવે મન્નારાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તે એટલી ગુસ્સે થઈ ગઈ છે કે, તેણે મુનવ્વરને માફી માંગવા માટે પણ કહ્યું છે.

મીડિયા સૂત્રો સાથે થયેલી વાતચીતમાં મન્નારા ચોપરાએ મુનવ્વર ફારુકીને પોતાનો 'પરિવાર' અને 'સાચો મિત્ર' કહ્યો હતો. તેણે કહ્યું, 'મુનવ્વર મારા માટે એક પરિવાર સમાન છે. હું તેને સાચો મિત્ર માનું છું અને તેણે મને શોમાં ઘણી મદદ કરી. શોમાં મેં જેટલી પણ મિત્રતા કરી છે તે દિલથી કરી છે.'

જ્યારે મન્નારાને કિસના આરોપ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તે ચોંકી ગઈ હતી. તેણે કહ્યું, 'હે ભગવાન! આ એક ખૂબ જ વિચિત્ર નિવેદન છે. આવા કોઈ ફૂટેજ નથી. મને ખબર નથી કે, તેણે કયા સંદર્ભમાં આવું કહ્યું છે, પરંતુ જો તેણે આવું કહ્યું હોય, તો તેણે જાહેરમાં મારી માફી માંગવી જોઈએ.'

બિગ બોસ 17ના ગ્રાન્ડ ફિનાલેના થોડા દિવસો પહેલા જ મુનવ્વરે અંકિતા લોખંડેની પાસે આ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેણે કહ્યું કે દિવાળીની રાત્રે મન્નરાએ તેને કિસ કરી હતી. તેણે હાવભાવ દ્વારા સંકેત આપ્યો કે, તેણે તેના ગાલ પર ચુંબન કર્યું હતું. જ્યારે અંકિતાએ કહ્યું કે, તેણે તે જોયું નથી, ત્યારે મુનવ્વરે કહ્યું કે, તેણે આ વાત કોઈને કહી નથી.

 
 
 
View this post on Instagram

A post shared by Mannara❤️ (@memannara)

મુનવ્વરે કહ્યું, 'હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો હતો, કારણ કે હું હંમેશા એક લાઇન જાળવી રાખું છું. હું તેને આ કહેવા માંગતો નથી, કારણ કે તે તેના માટે ખૂબ જ ખરાબ હશે. તે રાત્રે અમે સોફા પર બેઠા હતા. તેણે 2-3 વાર ઉલ્લેખ કર્યો કે 'ડાન્સ સારો હતો'. તેણે પૂછ્યું, 'તમને ડાન્સ કરવાની મજા આવી.' મેં કહ્યું, 'હા, મજા આવી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp