ખેડૂતોને બોલ્યા નાના પાટેકર- સરકાર પાસે કંઇ ન માગો, નક્કી કરો કોની સરકાર...

PC: bollywoodhungama.com

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં બોલિવુડ એક્ટર નાના પટેકરની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે મોટું નિવેદન આપ્યું છે. એક્ટરે ખેડૂતોનો સપોર્ટ કર્યો છે. નાના પાટેકરે ખેડૂતોને પોતાનો નિર્ણય લેતા સરકારને ચૂંટવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, હવે સમય છે કે ખેડૂત કંઇ માગે નહીં, પરંતુ નક્કી કરે કે તેમણે દેશમાં કોની સરકાર લાવવાની છે. તેની સાથે તેમણે પોતાના રાજનીતિમાં આવવાને લઈને પણ જવાબ આપ્યો છે. નાના પાટેકર હંમેશાંથી પોતાના ઓપિનિયનને લઈને નીડર રહ્યા છે.

ખેડૂતો પર અત્યાચારને લઈને હંમેશાં સપોર્ટ શૉ કર્યો છે. આ વખત તેમણે ખેડૂતોનો પક્ષ લેતા કહ્યું કે, 80-90 ટકા પહેલા ખેડૂત હતા, હવે ખેડૂત 50 ટકા છે. સરકાર પાસે હવે કંઇ માગો નહીં. હવે નક્કી કરો કે સરકાર કોની લાવવાની છે. હું રાજનીતિમાં નહીં જઇ શકું કેમ કે જે પેટમાં છે એ જ મોઢા પર આવી જશે. તેઓ મને પાર્ટીમાંથી કાઢી દેશે. પાર્ટીઓ બદલતા બદલતા એક મહિનાની અંડદ બધી પાર્ટીઓ સમાપ્ત થઈ જશે.

અહી આપણા ખેડૂત ભાઈઓ સામે અમે દિલની વાત કરી શકાય છે. જે આપણને રોજ ખાવાનું આપે છે તેમની કોઈને પડી નથી, તો અમને તમારી એટલે સરકારની શું પડી છે? ખેડૂતો સાથે વાતચીતમાં નાના પાટેકરે કહ્યું કે, જો હું આત્મહત્યા પણ કરી લઉં તો હું ખેડૂતના રૂપમાં જ જન્મ લઇશ. ખેડૂત ક્યારેય એમ નહીં કહે કે હું ખેડૂતના રૂપમાં જન્મ લેવા નહીં માગું. આપણે પશુઓની ભાષા જાણીએ છીએ. શું તમને સમય રહેતા ખેડૂતોની ભાષા બોલતા આવડતી નથી.

ઉલ્લેખનીય છે કે નાના પટેકર હંમેશાં ખેડૂતોના સપોર્ટમાં બોલતા આવ્યા છે. તેઓ પોતાને ખેડૂતોના મોટા હિતેચ્છુ બતાવે છે. નયને અગાઉ પણ ખેડૂતો દ્વારા સતત કરવામાં આવી રહેલી આત્મહત્યા પર અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે એક સંસ્થા બનાવી હતી, જે ખેડૂતોના પક્ષમાં કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂતભાઈ આત્મહત્યા ન કરે, પરંતુ તેમને ફોન કરે. નાના મુજબ, તેમણે આર્થિક સ્થિતિમાં આત્મહત્યા કરનારા ખેડૂતની 180 વિધવાઓને 15-15 હજાર રૂપિયાની મદદ પણ કરી હતી.

નાના પાટેકરના વર્કફ્રન્ટની વાત કરીએ તો નાના પટેકર છેલ્લી વખત 'ધ વેક્સીન વોર'માં નજરે પડ્યો હતો. વિવેક અગ્નિહોત્રીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં તેની સાથે પલ્લવી જોશી, રાયમા સેન અને અનુપમ ખેર પણ હતા. તો નાના પાટેકટ જલદી જ 'લાલ બત્તી'થી OTT ડેબ્યૂ કરવાનો છે. ખેડૂતોએ પોતાના દિલ્હી ચલો માર્ચ માટે નવું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ખેડૂત નેતાઓએ દેશભરના ખેડૂતોને 6 માર્ચના રોજ દિલ્હી પહોંચવાની અપીલ કરી છે. ખેડૂત નેતાઓએ 10 માર્ચના રોજ ટ્રેન રોકો આંદોલનની પણ જાહેરાત કરી છે. સાથે જ કહ્યું કે, સીમાઓ પર ખેડૂતોની સંખ્યા હજુ વધારવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp