'રઈસ' અને 'હૈદર' જેવી ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા નરેન્દ્ર ઝાનું નિધન

PC: firstpost.com

બોલિવુડના અભિનેતા નરેન્દ્ર ઝાનું આજે કાર્ડિયાક અરેસ્ટને લીધે નિધન થયું છે. બિહારના મધુબનીમાં જન્મેલા નરેન્દ્ર ઝા વિશાલ ભારદ્વાજની 'હૈદર' અને શાહરૂખ ખાનની 'રઈશ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. નરેન્દ્ર ઝાએ 'હમારી અધૂરી કાહની', 'મોહેંન્જો દડો', 'શેરગુલ' અને 'ફોર્સ-2'માં મજબૂત પાત્રો ભજવ્યા હતા.

નરેન્દ્ર ઝાએ ટેલિવીઝન પર આવેલી પૌરાણિક સીરિયલ 'રાવણ'માં લીડ ભૂમિકા ભજવી હતી અને તેમના આ રોલને લોકોએ ઘણો પસંદ પણ કર્યો હતો. નરેન્દ્ર ઝાએ 1992માં એસઆરસીસીમાં એક્ટીંગમાં ડિપ્લોમાં કોર્સમાં એડમિશન લીધું હતું. દિલ્હી છોડીને મુંબઈ આવીને તેમણે મોડેલિંગમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

મોડેલિંગની સાથે તેમને ટીવી શોની ઓફર આવતા તેમણે 20 જેટલા ટેલિવિઝન શો કર્યા હતા. તો શ્યામ બેનેગલની ફિલ્મ 'નેતાજી સુભાષ ચંદ્ર બોઝ'માં પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિવાય સંવિધાનમાં તેમણે મોહમ્મદ અલી જિન્નાહનું પાત્ર ભજવ્યું હતું.

નરેન્દ્ર ઝા ઘણા સારા વ્યક્તિ હતા અને ઘણા જ મૃદુભાષી હતા. તેમણે એક વખત જણાવ્યું હતું કે તેમના ઘરવાળાની ઈચ્છા હતી કે તેઓ ઈએએસ બને કારણ કે બાહરના મોટાભાગના યુવાનોનો ટાર્ગેટ આ જ હોય છે. શરાતમાં હું પણ આવું જ વિચારતો હતો પરંતુ એક્ટીંગમાં મન હોવાને લીધે તેમાં જ આગળ વધવાનો નિર્ણય લીધો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp