છૂટાછેડા બાદ નતાશાએ પહેલીવાર કહ્યું- હાર્દિક અને હું હજુ એક પરિવાર છીએ, અમે...

PC: instagram.com/natasastankovic__

અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિક અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લગ્નના ચાર વર્ષ પછી આ વર્ષે જુલાઈમાં છૂટાછેડાની જાહેરાત કરી હતી. અલગ થયા પછી, અભિનેત્રી થોડા સમય માટે તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયામાં રહેતી હતી. કેટલાક અહેવાલો હતા કે, તેણે દેશ છોડી દીધો હતો. જોકે, તાજેતરમાં જ તે ભારત પરત આવી હતી અને એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. આ દરમિયાન, છૂટાછેડા પછી મૌન રહેનાર નતાશા સ્ટેનકોવિકે તેના ભૂતપૂર્વ પતિ સાથેના તેના સંબંધો પર કહ્યું, 'શહેરમાં ચર્ચા છે કે, હું પાછી જઈ રહી છું. હું કેવી રીતે પાછી જઈશ? મારે એક બાળક છે, તે અહીં શાળાએ જાય છે. કોઈ શક્યતા નથી અને એવું થશે નહીં.'

તેણે આગળ કહ્યું હતું કે, 'અમે (હાર્દિક અને હું) હજી પણ એક પરિવાર છીએ. અમારું એક બાળક છે અને તે હંમેશા અમને એક પરિવાર તરીકે બનાવી રાખશે. મેં આમ પણ આ કર્યું નથી, કારણ કે અગસ્ત્ય તેના માતાપિતા બંને સાથે રહેવો જોઈએ. તેને 10 વર્ષ થઇ ગયા છે અને હું દર વર્ષે તે જ સમયે સર્બિયા જતી હોઉં છું.'

સિંગલ મધર હોવા અંગે અભિનેત્રીએ કહ્યું, 'મેં અગસ્ત્ય સાથે રહીને મારી જાતને પ્રેમ કરવાનું શીખી લીધું છે. હું સમજી ગઈ કે, બાળકના ખુશ રહેવા માટે, તેને મારી જરૂર છે, એક માતા તરીકે, ખુશ રહેવા અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે. તેથી, ત્યાં મારા માટે હાર માનવા સિવાય કોઈ રસ્તો જ બચ્યો ન હતો, મારે માત્ર ઉભા રહેવાનું હતું, અને એવી રીતે રહેવાનું હતું કે કોઈ મને સ્પર્શ ન કરી શકે, કોઈ તેને સ્પર્શ ન કરી શકે. પછી ભલે કોઈ કંઈ પણ કહે, આ ક્ષણે, તમને તમારી યોગ્યતાની જાણ હોય છે, તમે જાણો છો કે તમે કોણ છો, અને તમે જાણો છો કે તમારું દિલ સાફ છે, કોઈ પણ તમને હલાવી શકશે નહીં. અને હું તે સ્થાને પહોંચી ગઈ છું.'

કામ અંગે અભિનેત્રીએ કહ્યું કે, 'મારે ખરેખર કામ કરવાની જરૂર છે. બાળકને ખુશ રાખવા માટે માતાએ પણ ખુશ રહેવું જરૂરી છે. આ કારણોસર મેં કામ પર પાછા જવાનું નક્કી કર્યું. મેં પાંચ વર્ષ સુધી કંઈ કર્યું નથી અને હું તે ચૂકી ગઈ છું. મને જીવનમાં કોઈ અફસોસ નથી, કારણ કે મારી પાસે એક બાળક છે અને હું તેને સમય આપું છું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp