નવાઝુદ્દીને મુંબઈમાં બનાવ્યું આલિશાન ઘર, બંગલાનું જુઓ શું નામ રાખ્યું

PC: hindustantimes.com

બોલિવુડમાં પોતાના આગવા અભિનય માટે જાણીતો અને ઘણા વર્ષોના સંઘર્ષ પછી લોકોમાં જાણીતા બનેલા કલાકાર નવાઝુદ્દીન સિદ્દિકી આજે સફળતાનો સ્વાદ ચાખી રહ્યો છે. તે પોતાના દમદાર અને હટકે અભિનય માટે જાણીતો છે. તેના અંગે કહેવામાં આવે છે કે તે જમીન સાથે જોડાયેલો અભિનેતા છે. મુંબઈમાં કામમાંથી સમય મળતા જ તે પોતાના હોમટાઉન મુઝફ્ફરાનગરના બુઢાના ગામ જતો રહે છે. હવે નવાઝુદ્દીન સિદ્દિકીએ સપનોના શહેર મુંબઈમાં પોતાનો એક આલિશાન બંગલો બનાવ્યો છે.

ખાસ વાત એ છે કે આ બંગાલનું નામ તેણે તેના પિતાના નામ નવાબ પર રાખ્યું છે. આ બંગલાની ડિઝાઈન તેના બુઢાના સ્થિત ઘરની ડિઝાઈનથી પ્રેરિત છે. 47 વર્ષના અભિનેતાએ બંગલાનું ઈન્ટીરિયર ડિઝાઈન પોતાની દેખરેખમાં કરાવ્યું છે. બંગલાને સંપૂર્ણ રીતે તૈયાર થતા 3 વર્ષ જેટલો સમય લાગ્યો છે. આખા બંગલાને સફેદ રંગનો રાખવામાં આવ્યો છે. સાથે જ બંગલાની ચારેબાજુ ઘણા વૃક્ષો અને છોડવાઓ જોવા મળે છે. બંગલાની સામે ખુલ્લી જગ્યા છે જ્યાં બેસવાની વ્યવસ્થા પણ છે. બંગલાનો એન્ટ્રી ગેટ ટ્રેડિશનલ ડિઝાઈનમાં બનાવેલો છે. બાલ્કનીમાં હેંગિંગ લાઈટ્સ છે, જે ઘરને વિન્ટેજ લૂક આપે છે.

નવાઝુદ્દીનના આ નવા ઘરના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં તેણે ઘરના ગાર્ડનથી એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે એક ખુરશી પર બેસીને સમાચાર પત્ર વાંચતો જોવા મળે છે. હાલમાં નવાઝુદ્દીન પાસે ઘણી બધી ફિલ્મો લાઈનમાં છે. હાલમાં જ તેણે ફિલ્મ ટીકુ વેડ્સ શેરુનું શૂટિંગ પતાવ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે કંગના રણૌત જોવા મળવાની છે. આ સિવાય તેની પાસે હીરોપંતી 2, જોગિરા સારા રા રા , સંગીન, બોલે ચૂડિયા, અદ્દભૂત અને શૂટઆઉટ એટ બાઈકુલા જેવી ફિલ્મો લાઈનમાં છે.

નવાઝુદ્દીન પોતાની અલગ એક્ટિંગ અને એકદમ સાદગી માટે ઘણો જાણીતો છે. તેના દરેક ફિલ્મમાં તે અલગ જ ભૂમિકા ભજવતો જોવા મળે છે. તેણે ન માત્ર ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જલવો સૌને દેખાડ્યો છે પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ તેને પોતાનો જલવો બિખેરી લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. તેણે સેક્રેડ્સ ગેમથી ઓટીટી પર ડેબ્યૂ કર્યું હતું. આ સીરિઝના બંને પાર્ટને લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp