નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાની ફી વસુલવા કર્યો હતો અનોખો જુગાડ

PC: news4social.com

નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગની દર્શકો પ્રશંસા કરે છે, તે એક રોલને નિભાવવા માટે જાન લગાવી દે છે, આ પદ સુધી પહોંચવા માટે નવાઝુદ્દીનને ઘણી મહેનત કરી છે. આજે ભલે તેનું નામ બોલિવુડના મોટા સ્ટાર્સમાં સામેલ થઇ ચૂક્યું છે, પણ તેણે પોતાના કરિયરની શરૂઆતમાં અનેક ફિલ્મોમાં નાના-મોટા રોલ્સ પણ કર્યા છે. તેણે વર્ષ 1999માં મનોજ વાજપેયીની ફિલ્મ ‘શૂલ’માં એક નાનકડો રોલ કર્યો હતો.

નવાઝુદ્દીન સિદ્દિકીએ હાલમાં જ જણાવ્યું કે, તેને આ રોલ માટે 2,500 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પણ તેને પૈસા ન હતા મળ્યા. તે પોતાની ફી માટે અનેક મહિનાઓ સુધી પ્રોડક્શન હાઉસ ઓફિસના ચક્કર લગાવતો રહ્યો, પણ જ્યારે તેને લાગ્યું કે પૈસા નથી મળવાના, ત્યારે તેણે પોતાની ફી વસૂલ કરવા માટે એક રીત અપનાવી હતી. 

View this post on Instagram

A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui)

Bollywood Bubble સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું કે, મેં અનેક ફિલ્મોમાં નાના-મોટા રોલ્સ કર્યા છે, અનેક ફિલ્મો વિશે મેં લોકોને કહ્યું પણ નથી. મેં ‘શૂલ’માં એક વેટરનો રોલ કર્યો હતો, જે મનોજ વાજપેયી અને રવીના ટંડનના જમવાનો ઓર્ડર લે છે. આ રોલ માટે મને 2500 રૂપિયા મળવાનું કહેવામાં આવ્યું હતું, પણ ક્યારેક મળ્યા નથી.

તેણે આગળ કહ્યું કે, 6 થી 7 મહિનાઓ સુધી મેં 2,500 રૂપિયા માટે ઓફિસના ચક્કર લગાવ્યા હતા, તે નથી મળ્યા પણ જમવાનું મળી જતું હતું. ત્યારબાદ મેં ચાલાકી કરી, હું જમવાના સમયે ઓફિસે પહોંચી જતો હતો, ત્યારે તેઓ મારી હાલત જોઈને મને પૂછતા હતા, તું જમવાનો છે? હું હા પાડતો હતો. તેમણે કહ્યું, પૈસા તો નહીં મળશે, પણ જમવા માટે તું અહિંયા આવી જજે. મેં કહ્યું સારું છે, તો હું આવી રીતે એક-દોઢ મહિના સુધી જમવા જતો હતો, જે મારા પૈસા હતા તે વસૂલ થઇ ગયા. 

View this post on Instagram

A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp