નવાઝુદ્દીન બોલ્યો- બોલિવુડવાળા ખાઈ હિન્દીનું છે અને ગાઈ અંગ્રેજીનું છે, વર્ષો...

PC: pinkvilla.com

સાઉથ ફિલ્મોની સફળતાએ એન્ટરટેઈનમેન્ટ જગતમાં હલચલ મચાવી દીધી છે. બોલિવુડે બનાવેલા વર્ષોથી ચાલતા આવતા માપદંડો પર ખૂબ જ ચર્ચા થઇ રહી છે. ફિલ્મની સ્ટોરી, શૉટ, ફિલ્મ બનાવવાની પેશનને લઈને ભાષા પર ખૂબ જ વિવાદ થઇ રહ્યો છે. થોડા સમય પહેલા જ અજય દેવગન અને સાઉથના સ્ટાર કિચ્ચા સુદીપ વચ્ચે હિન્દી ભાષાને લઈને ચાલી રહેલા ટ્વીટર વૉરની વચ્ચે નવાઝુદ્દીન સિદ્દિકીએ પણ બોલિવુડમાં અંગ્રેજી પ્રેમને લઈને નારાજગી વ્યક્ત કરી.

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક વિશાળ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાય છે. વર્ષોથી દર્શકો અનુભવી રહ્યા છે કે બોલિવુડવાળા ખાય હિન્દીનું છે અને ગાય અંગ્રેજીનું છે. તેનો અર્થ એ છે કે ફિલ્મોમાં હિન્દી બોલીને હિન્દી પ્રેક્ષકોના પ્રેમના કારણે કરોડો રૂપિયાની કમાણી કરતા બોલિવુડ સેલેબ્સ, જ્યારે પણ ઇન્ટરવ્યૂ આપે છે અથવા તો સેટ પર હોય છે, તો હિન્દી બોલવાનું પસંદ કરતા નથી. સામાન્ય લોકોના મનની આ વાત નવાઝુદ્દીન સિદ્દિકીએ બધાની સામે રાખી છે.

બોલિવુડમાં અંગ્રેજી પ્રેમને લઈને નવાઝુદ્દીન સિદ્દિકીનું દુ:ખ

નવાઝુદ્દીન સિદ્દિકીએ ટાઈમ્સ સાથે વાતચીત કરવા દરમિયાન કહ્યું કે, ‘જો તેને કંઈક બદલવાની તક મળે, તો સૌથી પહેલા બોલિવુડનું નામ બદલીને હિન્દી સિનેમા રાખશે. બીજી વાત અમારી પાસે જે સ્ક્રિપ્ટ આવે છે, તે રોમનમાં હોય છે, જેને યાદ કરવું મુશ્કેલ થઇ જાય છે, હું તેને દેવનાગરીમાં મંગાવુ છું. ત્રીજી વાત હિન્દીમાં ફિલ્મ બનાવી રહ્યા છો પણ બધા લોકો ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર સેટ પર અંગ્રેજીમાં વાતો કરે છે. એક્ટરને સમજાતું નથી કે શું થઇ રહ્યું છે. તેનાથી સારું સરળ સરળ બોલું દો ને જેથી અમારા પરફોર્મન્સ પર અસર થાય છે

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાની ભાષા પર ગર્વ છે

નવાઝુદ્દીન સિદ્દિકીએ કહ્યું કે, તમે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જોઈ લો ગર્વની સાથે તમિલ બોલે છે, જો તમે કર્ણાટકમાં છે તો કન્નડ બોલે છે. વાતચીત ઉપરાંત પોતાની ભાષામાં સ્ક્રિપ્ટ પણ લખે છે. તેનાથી જે માહોલ બને છે, તેથી કંઈક ને કંઈક સારું ક્રિએટ થશે જ ને, માત્ર આપણા ત્યાં આવું છે.’

અજય દેવગન-કિચ્ચા સુદીપનો વિવાદ

કિચ્ચા સુદીપે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, હિન્દી હવે કોઈ રાષ્ટ્રભાષા નથી. જેના પર અજય દેવગને કહ્યું કે, ‘ભાઈ કિચ્ચા સુદીપ તરા મતે જો હિન્દી રાષ્ટ્ર ભાષા નથી, તો તમે તમારી માતૃભાષાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને કેમ રીલિઝ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્ર ભાષા હતી, છે અને હંમેશાં રહેશે. જન ગણ મન.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp