'જવાન' ફિલ્મની અભિનેત્રી નયનતારાને તેના પતિએ ભેટમાં આપી 3 કરોડની આ કાર
સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સાથે જ બોલિવુડના કિંગ શાહરૂખ ખાન સાથે હાલમાં જ ફિલ્મ જવાનમાં જોવા મળેલી અભિનેત્રી નયનતારા 18 નવેમ્બરના રોજ 39 વર્ષની થઇ ગઇ અને ત્યાર બાદ તેના જીવનમાં એક એવી લગ્ઝરી કારની એન્ટ્રી થઇ, જેની આખી દુનિયા દિવાની છે. નયનતારાના પતિ વિગ્નેશ શિવને તેને સુપર લગ્ઝરી સેડાન કાર મર્સિડીઝ બેન્ઝ મેબેક-એસ-ક્લાસ ભેટ કરી છે. જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયાથી વધારે છે.
સુપર લગ્ઝરી સેડાન
નયનતારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી લગ્ઝરી કારનો ફોટો શેર કરતા લખ્યું કે, વેલકમ હોમ યૂ બ્યૂટી! તેની સાથે જ તેણે પોતાના પતિ વિગ્નેશ શિવનને ટેગ કરતા કહ્યું કે, મારા પ્રિય પતિ, થેંક યૂ ફોર ધ મોસ્ટ સ્વીટેસ્ટ બર્થડે ગિફ્ટ. લવ યૂ. નયનતારાએ ઈન્સ્ટાગ્રામમાં તેના આ ખાસ મોડલનો ઉલ્લેખ કર્યો નથી. પણ માનવામાં આવી રહ્યું છે કે આ મર્સિડિઝ બેન્સ મેબેક-એસ-ક્લાસ છે. આ કાર ભારતમાં ઘણાં ઓછા લોકો પાસે છે.
સૌથી વધુ પૈસા કમાનારી અદાકારા
નયનતારા અને વિગ્નેશ શિવનના લગ્ન જૂન 2022માં થયા હતા અને કપલને જોડિયા બાળકો છે. જે સેરોગેસીના માધ્યમથી દુનિયામાં આવ્યા છે. નયનતારાના લગ્નમાં શાહરૂખ ખાન અને રજનીકાંતની સાથે ડિરેક્ટર અટલી કુમાર સહિત પ્રચલિત નામો સામેલ થયા હતા. ભારતમાં સૌથી વધારે પૈસા કમાનારી અભિનેત્રીઓમાંથી એક નયનતારા પાછલા 20 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને તેણે રજનીકાંત, વિજય, અજીત, વિજય સેતુપતિ, જયરામ રવિ અને આર્સા સહિત ઘણાં પોપ્યુલર અભિનેતાઓ સાથે કામ કર્યું છે.
Maybach S-Class
મર્સિડીઝ મેબેકની સીરિઝમાં Maybach S-Class S580 અને Maybach S-Class S680 જેવી બે કારો છે. જેની એક્સ શોરૂમ કિંમત ક્રમશઃ 2.69 કરોડ રૂપિયા અને 3.40 કરોડ રૂપિયા છે. આ લગ્ઝરી સેડાનમાં 3982cc થી લઈ 5980cc સુધીનું પેટ્રોલ એન્જિન લાગ્યું છે.
આ બંને કારો ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે આવે છે. લુક અને ફીચર્સમાં મર્સિડીઝ મેબેક એસ-ક્લાસ સીરિઝની આ ગાડીઓ લગ્ઝરીની એક પરિભાષા ગઢે છે, જે સૌ કોઈ જાણે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp