જીમમાંથી આ અંદાજમાં નીકળી આ હસીનાઓ, નેહાના બોલ્ડ લુક પર ભારે પડ્યો બહેનનો અંદાજ

PC: zeenews.india.com

બોલિવુડ એક્ટ્રેસ નેહા શર્મા પોતાના હોટ લુકથી થોડા-થોડા દિવસે લોકોના દિલની ધડકન વધારતી રહે છે. તે ભલે અત્યાર સુધી વધુ ફિલ્મોમાં જોવા નથી મળી, પરંતુ સોશિયલ મીડિયા પર નેહા ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યારે, ચાહકો પણ તેની સુંદરતા પર ફિદા છે. સ્ટાઈલની બાબતમાં તેની બહેન આયશા શર્મા પણ કોઈનાથી ઓછી નથી. બંનેને હાલમાં જ જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી.

ફિટનેસ અને સ્ટાઇલમાં ભારે શર્મા બહેનો

નેહા શર્મા બોલિવુડ અભિનેત્રી છે જે ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે અને હાલમાં પણ ફિલ્મોમાં તે સક્રિય છે, આ સાથે જ અભિનેત્રી નેહા તેની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે અને ઘણીવાર તેને જીમની બહાર સ્પોટ કરવામાં આવે છે. બુધવારના રોજ ફરીથી તે વર્કઆઉટ સેશન પછી સ્પોટ થઈ હતી, પરંતુ આ વખતે એકલી નહીં પરંતુ તેની નાની બહેનની સાથે હતી.

આ દરમિયાન નેહાના લુકે તો બધાનું ધ્યાન ખેંચી જ લીધુ પરંતુ તેની બહેન આયશા શર્માએ પણ કેમેરાને પોતાની તરફ ફેરવવામાં કોઈ કસર નહીં છોડી. સ્પોર્ટ્સ લેગિંગ અને બ્રા પર હાફ જેકેટ પહેરીને, નેહા શર્માએ પોતાના બોલ્ડ લુકથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું, પરંતુ તેની બહેન પણ કોઈથી ઓછી નહીં દેખાઇ.

 
 
 
View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

ત્યારે ચાહકોને પણ તેનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. બંને માટે સોશિયલ મીડિયા પર જોરદાર કોમેન્ટ કરવામાં આવી રહી છે અને બંને બહેનોના લુકના ખૂબ જ વખાણ પણ કરવામાં આવી રહ્યા છે.

ફિલ્મ, વેબ સીરિઝમાં કામ કરી રહી છે નેહા શર્મા

નેહા શર્મા 2020મા 'તાન્હાજી'માં જોવા મળી હતી, તેના પછી તે 'આફત એ ઇશ્ક'માં જોવા મળી અને હવે તે 'જોગીરા સારારા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફક્ત ફિલ્મ જ નહીં પરંતુ વેબ સીરિઝમાં પણ નેહા શર્મા જોવા મળી ચૂકી છે.

2021મા તે વૂટની Illegalમા દેખાઈ હતી તો હવે તે Shinning With The Sharmasમા જોવા મળી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp