Netflix-Amazonએ કંગનાની મહેનતને બરબાદ કરી દીધી, જાણો શું ઝટકો આપ્યો

PC: timesnowhindi.com

ક્વીન અને તનુ વેડ્સ મનુ ફિલ્મ જબરદસ્ત સફળ થયા પછી, કંગના રનૌત ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ કુશળ કલાકાર તરીકે ઓળખાવા લાગી. આ ફિલ્મો પછી કંગના રનૌતે લેખનથી લઈને નિર્દેશન સુધી દરેક બાબતમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. મણિકર્ણિકામાં રાણી લક્ષ્મીબાઈ તરીકે કંગના રનૌતની ફિલ્મ ભલે એવરેજ સાબિત થઈ હોય પરંતુ કંગના રનૌતના બહુ વખાણ થયા ન હતા. ત્યારપછી કંગના રનૌતે ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે, પરંતુ તે પહેલા જેવો જાદુ નથી બનાવી શકી. હવે તેની નિષ્ફળતા પર તેની પીડા છલકાઈ ગઈ છે. એક યૂઝરના સવાલના જવાબમાં કંગના રનૌતે આ દર્દ શેર કર્યું હતું.

વરુણ વર્મા નામના યુઝરે કંગના રનૌતને પૂછ્યું કે, શું તે બિલકિસ બાનો પર ફિલ્મ બનાવી શકે છે. યુઝરે એમ પણ લખ્યું કે, કંગના રનૌતે મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે. બિલકીસ બાનો જેવી મહિલાએ ઘણું સહન કર્યું છે અને ન્યાય માટે લડત આપી રહી છે. કંગના રનૌતે આ સવાલનો જવાબ આપ્યો. જેમાં તેની પીડા છલકાઈ ગઈ છે. કંગના રનૌતે લખ્યું કે, તે આ વાર્તા બનાવવા માંગે છે. તેની પાસે સ્ક્રિપ્ટ પણ તૈયાર છે. જેના પર તેણે લગભગ ત્રણ વર્ષ કામ કર્યું છે. પરંતુ નેટફ્લિક્સ અને એમેઝોન ઈન્ડિયાએ સ્પષ્ટપણે જવાબ આપ્યો કે, તેમની પાસે રાજકીય રીતે પ્રેરિત ફિલ્મો ન બનાવવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા છે. જિયો સિનેમાએ પણ સ્પષ્ટ કહ્યું છે કે, તે BJP સમર્થક છે અને તેથી તેમની સાથે કામ કરશે નહીં. ઝી તે અત્યારે મર્જરમાંથી પસાર થઈ રહ્યું છે, તેથી મારી પાસે કોઈ વિકલ્પ નથી.

કંગના રનૌતની આ પોસ્ટ પછી સવાલો ઉભા થવાના છે કે OTT શા માટે તેનાથી અંતર બનાવી રહ્યું છે. જ્યારે થોડા સમય પહેલા રીલિઝ થયેલી તેની ફિલ્મ તેજસ માત્ર ઝી 5 પર જ રીલિઝ થઈ હતી. તો શું કંગના રનૌતની સતત ફ્લોપ થતી ફિલ્મો આનું કારણ છે? જો આપણે જોઈએ તો, તેની છેલ્લી કેટલીક ફિલ્મોએ ખરાબ રીતે નિરાશ જ કર્યા છે. જેમાં ધાકડ, થલાઈવી, પંગા, જજમેન્ટલ વગેરેનો સમાવેશ થાય છે. આ પહેલા રિલીઝ થયેલી મણિકર્ણિકા પણ એક એવરેજ ફિલ્મ સાબિત થઈ હતી. સિમરન, રંગૂન, કટ્ટી બટ્ટી અને આઈ લવ NYની હાલત પણ ખરાબ હતી. હાલમાં દર્શકો ઈમરજન્સી પર બનેલી તેની ફિલ્મ ઈમરજન્સીની રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp