અરબાઝે શૂરા સાથે કર્યા બીજા લગ્ન, દીકરાએ ગાયું ગીત, સલમાન નાચ્યો, જુઓ વીડિયો

PC: twitter.com

ખાન પરિવાર માટે રવિવારનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો. લાંબા સમયથી વહુઓ વિના સૂનું ઘર એક નવી દુલ્હનનું સ્વાગત કરતું દેખાયું. અરબાઝ ખાને રવિવારે ધામધૂમથી લગ્ન કર્યા અને આ અવસરની ઘણી પળો સામે આવી છે. આ તસવીરોમાંથી એક ખૂબ જ સુંદર અને શાનદાર તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ છે, જેમાંઆ ઘરની નવી વહુ શૂરા પોતાના સસરા સલીમ ખાન સાથે બેસીને વાત કરતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ લગ્નની ઘણી ઇનસાઇડ તસવીરો સામે આવી છે.

આ તસવીરોમાં પાર્ટીની અંદર કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેની ઝલક પણ સામે આવી છે. આ લગ્નમાં મહેમાનો માટે ડાઈનિંગનો જે નજારો છે તે ખૂબ જ શાનદાર છે. એ સિવાય વર-વધુ સિવાય લગ્નમાં પહોંચેલા મહેમાનોની ઘણી તસવીરો છે, જેમાં તેઓ અરબાઝ અને શૂરા સાથે પોઝ આપતા નજરે પડી રહ્યા છે. એક તસવીરમાં શૂરા યુલિયા વંતૂર સાથે પોઝ આપતી દેખાઈ રહી છે. એ સિવાય પોતાના લગ્ન પર અરબાઝ પોતે પરફોર્મ કરતો નજરે પડી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

લગ્નની આ ઝલકમાં સલમાન ખાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે મહેમાનો વચ્ચે ઘેરાયેલો છે અને પોતાના જ સોંગ ‘તેરે મસ્ત મસ્ત દો નૈન’ પર જોરદાર ડાન્સ કરી રહ્યો છે. શૂરા અગાઉ અરબઝ જોર્જિયા એન્ડ્રિયાની સાથે ડેટ કરી રહ્યો હતો. લગભગ 4 વર્ષ સુધી એક-બીજાને ડેટ કર્યા બાદ બંને અલગ થઈ ગયા.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ અગાઉ અરબાઝે મલાઇકા અરોડા સાથે લગ્ન કર્યા હતા અને 19 વર્ષના લગ્નને બંનેએ વર્ષ 2017માં સમાપ્ત કરી દીધા. બંનેએ છૂટાછેડા લીધા. ત્યારબાદથી બંને વચ્ચે મિત્રતાનો સંબંધ હંમેશાં કાયમ રહ્યા. તેની સાથે બંનેએ મળીને અરહાનના પાલન-પોષણની જવાબદારી ઉઠાવી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

મલાઇકા અરોડા આજના સમયમાં એક્ટર અર્જૂન કપૂર સાથે ડેટ કરી રહી છે. વર્ષ 2019થી બંને સાથે છે. મોટા ભાગે જ બંનેને મુંબઇમાં લંચ કે ડિનર ડેટ પર સાથે સ્પોર કરવામાં આવે છે. એ સિવાય બંનેના લગ્નના બંધનમાં બંધાવાના સમાચાર સામે આવતા રહે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

તો અરબાઝની લવ લાઈફ બાબતે વાત કરીએ તો મલાઇકા બાદ એક્ટરે જોર્જિયા એન્ડ્રિયાનીને થોડા વર્ષ સુધી ડેટ કરી હતી. પરંતુ વર્ષ 2020-21માં બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા હતા. અરબાઝ ત્યારથી શૂરા સાથે છે. હવે બંને લગ્ન કરીને હંમેશાં હંમેશાં માટે સાથે થઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp