કદરૂપી કહેવા પર નિયાને આવ્યો ગુસ્સો, ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

PC: santabanta.com

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા હંમેશાં ટ્રોલર્સના નિશાના પર રહે છે. બોલ્ડ વીડિયો અને બિકીનીમાં પોઝ કરવાના કારણે સોશિયલ મીડિયા પર તેને ઘણીવાર ટ્રોલ કરવામાં આવી ચૂકી છે. એટલું જ નહીં એકવાર તેને તેની લિપસ્ટીકના કલરને કારણે પણ ટ્રોલ કરવામાં આવી હતી. શો 'ઈશ્ક મેં મરજાવા'માં નિયાએ અલીશા પવારની જગ્યા લીધી છે તેના કારણે પણ તે ટ્રોલર્સના નિશાના પર આવી હતી. જોકે આ વખતે નિયા શર્માએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

સિરિયલના ફેન્સને અલીશા અને અર્જૂન બિજલાનીની કેમેસ્ટ્રી ખૂબ પસંદ હતી પરંતુ નિયા અને અર્જૂનની નવી જોડી કેટલાક ફેન્સને પસંદ નથી પડી રહી. એવા જ એક ફેને નિયાને કદરૂપી કહી તો નિયાએ પણ ટ્વીટ કરીને રિપ્લાય આપ્યો. તેણે ટ્વીટ કરીને કહ્યું, ' તમારા કદરૂપા ચહેરા પરથી સ્માઈલ કાયમ માટે નીકળી જાય તો? છતાં જોતા રહો ઈશ્ક મેં મરજાવા'

નિયાના જવાબ પછી તે ટ્રોલરે નિયાને જ બ્લોક કરી દીધી. નિયાએ ત્યાર પછી ટ્વીટ કરીને એક બીજા ટ્રોલરને જડબાતોડ જવાબ આપ્યો. તેણે પોતાની ટ્વીટમાં લખ્યું, 'તમે તો મારા કદરૂપા ચહેરાને પરદા પર જોઈ રહ્યા છો પરંતુ હું તો અત્યારે પણ તમારા જેવા ચહેરા વગરના લોકોને સહન કરી રહી છું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp