નિતેશ તિવારીની રામાયણમાં મંદોદરી અને ભરત બનશે આ એક્ટર્સ!

PC: timesnowhindi.com

નિતેશ તિવારીની 'રામાયણ'પર કંઈક ને કંઈક આવતું જ રહે છે. ક્યારેક તેની કાસ્ટિંગને લઈને તો ક્યારેક સ્પેશિયલ ઇફેક્ટ્સને લઈને. પહેલા કહેવામાં આવ્યું કે, ફિલ્મમાં રણબિર કપૂર રામનો અને સાઈ પલ્લવી સીતાનો રોલ કરશે. પછી યશનું નામ પણ તેની સાથે જોડાયું. હવે કેટલાક અન્ય મોટા એક્ટર્સના નામ ફિલ્મ સાથે જોડવાના સમાચાર સામે આવી રહ્યા છે. રામાયણ ભારતીય સિનેમાનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ બતાવવામાં આવે છે. આ ફિલ્મને પરફેક્ટ બનાવવા માટે મેકર્સ કોઈ કસર છોડવા માગતા નથી. એટલે પસંદ કરી કરીને પાત્રોને કાસ્ટ કરવામાં આવી રહ્યા છે.

હવે સમાચાર છે કે, રાવણની પત્ની મંદોદરી અને રામના ભાઈના રોલ માટે 2 મોટા સ્ટાર્સને અપ્રોચ કરવામાં આવ્યા છે. રામાયણમાં રાવણનો રોલ યશ નિભાવી શકે છે. તેની પત્ની મંદોદરી માટે મેકર્સે સાક્ષી તંવરને અપ્રોચ કરી છે. ફિલ્મબીટના રિપોર્ટ મુજબ, સાક્ષી સાથે બધા પેપર વર્ક્સ પૂરા થઈ ચૂક્યા છે. તે આ બંને સ્ક્રિપ્ટ રીડિંગ સેશન્સ અટેન્ડ કરી રહ્યા છે. બીજી તરફ રામના ભાઈ માટે પોપ્યુલર મરાઠી એક્ટર આદિત્યનાથ કોઠારેને અપ્રોચ કરવામાં આવ્યો છે.

તેણે કબીર ખાનની ફિલ્મ '83'થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે અત્યાર સુધી કાસ્ટિંગને લઈને કંઇ પણ સત્તાવાર અનાઉન્સમેન્ટ થયું નથી. પિંકવિલાના રિપોર્ટ મુજબ, નિતેશ તિવારી આ વર્ષે રામ નવમીના અવસર પર રામાયણ અનાઉન્સ કરી શકે છે. 3 ભાગમાં બનનારી 'રામાયણ'ની સત્તાવાર અનાઉન્સમેન્ટ 17 એપ્રિલે થઈ શકે છે. તેનું અનાઉન્સમેન્ટ બાદ જ કાસ્ટિંગને લઈને કઇ કહી શકાય છે. છેલ્લા 5 વર્ષોમાં રામાયણની પ્રી-પ્રોડક્શન અને સ્ક્રિપ્ટિંગ પર કામ ચાલી રહ્યું છે.

ખાસ કરીને તેના વિઝ્યૂઅલ્સને લઈને ટીમ મહેનત કરી રહી છે. હવે સમય આવી ગયો છે કે બધાની મહેનતને એક સાથે લાવવામાં આવે અને દર્શકોને રામયણનો શાનદાર અનુભવ આપવામાં આવે. છેલ્લા 2 મહિનામાં એક્ટર્સના લુક ટેસ્ટ અને પ્રી વિઝ્યૂઅલાઈઝેશન પર કામ ચાલી રહ્યું છે. લીડ એક્ટર્સની મુંબઈ અને LAમાં ડિક્શનની ટ્રેનિંગ ચાલી રહી છે. નિતેશ તિવારી નમિત મલ્હોત્રા સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે. VFXમાં કોઈ ભૂલ ન થાય તેના માટે એક સ્પેશિયલ ટીમ બનાવી છે, જે લગભગ 500 દિવસ સુધી રામાયણ પર કામ કરશે. બધુ બરાબર રહ્યું તો રામયણનો પહેલો ભાગ 2025માં ફ્લોર પર જઇ શકે છે. જો કે, હવે મેકર્સના અનાઉન્સમેન્ટ બાદ જ સારી રીતે બધુ કહી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp