ઓસ્કરના મંચ પર નીતિન દેસાઈને આપવામાં આવી શ્રદ્ધાંજલિ

PC: twitter.com

સિનેમા જગતના સૌથી મોટા પુરસ્કાર કહેવાતા ઓસ્કર એવોર્ડની આજે જાહેરાત કરવામાં આવી હતી અને દર વર્ષની જેમ આ વખતે પણ સિનેમા જગતમાં મોટું યોગદાન આપનાર આ દુનિયા છોડીને ગયેલા કલાકારને પણ શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં ભારતીય કલાકાર નીતિન દેસાઈનો પણ સમાવેશ થાય છે. ભારતના આર્ટ ડિરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઇનર નીતિન દેસાઈને ઓસ્કરના મંચ પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઈવેન્ટના ઈન મેમોરિયલ સેક્શનમાં દુનિયાભરના એ કલાકારોને યાદ કરવામાં આવ્યા હતા, જેમણે ગયા વર્ષે આ સંસારને અલવિદા કહી દીધું હતું. નીતિન દેસાઈ બોલિવુડના જાણીતા આર્ટ ડિરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઇનર હતા. તેમણે લગાન, હમ દિલ દે ચુકે સનમ, જોધા અકબર જેવી ફિ્લ્મોમાં કામ કર્યું હતું. તેમણે 4 વાર નેશનલ એવોર્ડ જીત્યા હતા. આ સિવાય ઓસ્કર એવોર્ડ જીતનારી સ્લમડોગ મિલિયનર ફિલ્મમાં પણ તેમણે બે સેટ તૈયાર કર્યા હતા.

ક્રિસ્ટોફર નોલનને પહેલો ઓસ્કાર, સિલિયન મર્ફી બન્યો બેસ્ટ એક્ટર,જુઓ એવોર્ડની યાદી

ડોલ્બી થિયેટરમાં એવોર્ડની જાહેરાતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 2023માં રિલીઝ થયેલી કેટલીક અદ્ભુત રચનાઓને હવે વિવિધ કેટેગરીમાં નોમિનેશન પછી સન્માનિત કરવામાં આવી રહી છે. ઓસ્કાર એવોર્ડ 23 કેટેગરીમાં આપવામાં આવશે. 96માં ઓસ્કાર એવોર્ડમાં ભાગ લેવા માટે ઘણી હસ્તીઓ લોસ એન્જલસ પહોંચી હતી. જીમી કિમેલ ફરી એકવાર સ્ટાર્સના આ મેળાવડાને હોસ્ટ કરતો જોવા મળ્યો હતો. ઓપેનહાઇમર 13 નોમિનેશન સાથે આગળ હતું, જ્યારે કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન 11 નોમિનેશન સાથે બીજા ક્રમે હતી.

ઓસ્કાર 2024 એવોર્ડ વિજેતાઓ, જેમણે આ પ્રમાણે એવોર્ડ જીત્યો:

શ્રેષ્ઠ પિક્ચર- ઓપેનહાઇમર,

શ્રેષ્ઠ દિગ્દર્શક- ક્રિસ્ટોફર નોલન (ઓપનહેઇમર),

શ્રેષ્ઠ અભિનેત્રી- એમ્મા સ્ટોન (પૂઅર થિંગ્સ),

બેસ્ટ ઓરિજિનલ સોંગ- બિલી આઇલિશ,

બેસ્ટ એનિમેટેડ ફીચર- ધ બોય એન્ડ ધ હેરોન,

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- રોબર્ટ ડાઉની જુનિયર (ઓપેનહાઇમર),

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- ડા'વાઈન જોય રેન્ડોલ્ફ (ધ હોલ્ડઓવર્સ),

બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ- ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ (યુનાઈટેડ કિંગડમ),

બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ- ધ વન્ડરફુલ સ્ટોરી ઓફ હેનરી સુગર,

બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર- 20 ડેઝ ઇન મારિયુપોલ,

બેસ્ટ ઓરીજીનલ સ્ક્રીનપ્લે- એનાટોમી ઓફ અ ફોલ,

બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે- અમેરિકન ફિકશન,

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ- વોર ઈઝ ઓવર! જ્હોન એન્ડ યોકોના સંગીતથી પ્રેરિત,

બેસ્ટ ઓરિજિનલ સ્કોર- લુડવિગ ગોરૈન્સન (ઓપેનહાઇમર),

બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ- ગોડઝિલા માઇનસ વન,

બેસ્ટ સિનેમેટોગ્રાફી- હોયેત વૈન હોયતેમા (ઓપેનહાઇમર),

બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ- ધ લાસ્ટ રિપેર શોપ,

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન- પુઅર થિંગ્સ,

બેસ્ટ ફિલ્મ એડિટિંગ- જેનિફર લેમ (ઓપેનહાઇમર),

બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલિંગ- પૂઅર થિંગ્સ,

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન- પુઅર થિંગ્સ,

બેસ્ટ સાઉન્ડ- ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ.

ઓપેનહાઇમર 7 અને પુઅર થિંગ્સ ચાર કેટેગરીમાં જીતવામાં સફળ રહ્યા. 2023ની ફિલ્મોની પ્રશંસા કરવા માટે માત્ર ઓસ્કાર જ નહીં, વિશ્વના અન્ય લોકપ્રિય પુરસ્કારોમાં પણ ઓપેનહાઇમરનું નામ સામેલ થયું. ધ ગોલ્ડન ગ્લોબ્સ, ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સ, બાફ્ટા અને સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સ પહેલાથી જ 'ઓપેનહાઇમર'ની ફિલ્મ તરીકે પ્રશંસા કરી ચૂક્યા છે, અને કહ્યું હતું કે, આ કોઈપણ સ્ટાન્ડર્ડને વટાવીને આગળ નીકળી જનારી ફિલ્મ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp