આર્યન વિવાદ પર શાહરૂખે કહ્યુ-જ્યારે બધુ બરાબર લાગે છે ત્યારે લાઈફ મુક્કો મારે છે
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને 2023માં આટલું શાનદાર વર્ષ કર્યું હોય તેવું ભાગ્યે જ કોઈ અન્ય સ્ટારે જોયું હશે. શાહરૂખની ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત મોટી હિટ રહી હતી. ત્રણેય ફિલ્મોએ મળીને રૂ. 2500 કરોડથી વધુનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન કર્યું હતું. આ શાનદાર સફળતા પહેલા શાહરૂખ પોતાના અંગત જીવનમાં ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થયો હતો.
2021માં શાહરૂખના પુત્ર આર્યન ખાનનો ડ્રગ વિવાદ સતત સમાચારોમાં રહ્યો હતો. આ દરમિયાન ઘણા લોકોએ શાહરૂખને નિશાન પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યો. જો કે, મે 2022માં, આર્યનને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને શાહરૂખના ચાહકોએ આ અવસરને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો. પરંતુ આ સમગ્ર વિવાદ દરમિયાન શાહરૂખે નમ્ર મૌન જાળવી રાખ્યું હતું. હવે તે પહેલીવાર આર્યનના આ વિવાદ પર બોલ્યો છે.
મીડિયા દ્વારા રાખેલી એક ઈવેન્ટમાં શાહરૂખને ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પહોંચેલા શાહરૂખે આર્યનની ધરપકડ પર પહેલીવાર વાત કરી હતી. તેણે આ સમગ્ર મામલાને 'ખરાબ અને પરેશાન કરનાર' ગણાવ્યો હતો. જો કે, તેણે એમ પણ કહ્યું કે તે અને તેના પરિવારે આ સમગ્ર મામલામાં કેટલાક પાઠ પણ શીખ્યા છે. આ મુશ્કેલ સમયમાંથી શીખેલા પાઠને શેર કરતી વખતે શાહરૂખે કહ્યું, 'એક વ્યક્તિએ મૌન રહેવું જોઈએ, વ્યક્તિએ ખૂબ જ મૌન રહેવું જોઈએ અને વ્યક્તિએ સન્માન સાથે ખૂબ મહેનત કરવી જોઈએ. જ્યારે તમને લાગે છે કે બધું સારું છે. અચાનક જિંદગીમાં કંઈક એવું બહારથી આવે છે અને તમને મુક્કો મારી જાય છે.'
આ ઈવેન્ટમાં શાહરૂખે પોતાની જબરદસ્ત સફળતા વિશે પણ વાત કરી હતી. 'પઠાણ', 'જવાન' અને 'ડંકી'ની સફળતા પર શાહરૂખે કહ્યું કે, તે જાણે છે કે લોકોએ આ ફિલ્મો માત્ર એટલા માટે જોઈ હતી કારણ કે તે તેમાં હીરો હતો. શાહરૂખે કબૂલ્યું હતું કે, લોકોએ આ ફિલ્મોને માત્ર તેને ટેકો આપવા માટે ઉત્સાહપૂર્વક જોઈ હતી અને તેથી જ તેમની સફળતા એટલી મોટી હતી. શાહરૂખે કહ્યું કે, તે એ પણ જાણે છે કે, લોકોને તેની એક્ટિંગ પસંદ ન પડી હોય તો પણ તેમણે ફિલ્મો જોઈ.
ખૂબ જ સફળ વર્ષ પછી શાહરૂખે તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. પરંતુ થોડા સમય પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે, તે તેના આગામી પ્રોજેક્ટ માટે ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ સાથે કામ કરી શકે છે. આ સિવાય શાહરૂખ તેની દીકરી સુહાના ખાનની ફિલ્મમાં પણ જોવા મળવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp