થૂક લગાવીને રોટલી બનાવવાના વીડિયો પર ટ્વીટ કરીને ફસાયો સોનૂ,જાણો કંગનાએ શુ કહ્યુ

PC: bhaskar.com

બોલિવુડ એક્ટર સોનૂ સૂદ મોટા ભાગે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે લાઇમલાઇટમાં રહે છે. સોનૂ સૂદ ફરી એક વખત ચર્ચામાં છે. આ વખત કોઈ જરૂરિયાતમંદની મદદ કરવા માટે નહીં, પરંતુ એક વિવાદના કારણે ચર્ચામાં છે. સોનૂ સૂદે એક ટ્વીટમાં પોતાની તુલના ભગવાન રામ સાથે કરી. તેણે ભગવાન રામ અને શબરીને લઈને ટ્વીટ કરી હતી. સોનૂ સૂદની ટ્વીટ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ કંગના રણૌતે સોનૂ સૂદ પર પ્રહાર કર્યો છે.

કેવી રીતે શરૂ થયો વિવાદ?

22 જુલાઈએ શ્રાવણની શરૂઆત થવા જઇ રહી છે. એવામાં ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રીઓના રુટ પર ખાવા-પીવાની વસ્તુઓની દુકાન બહાર દુકાનદારો અને કામ કરનારાઓની નેમ પ્લેટ લગાવવાનો આદેશ આપ્યો છે. તેને લઈને વિપક્ષ તરફથી વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સોનૂ સૂદે પણ આ આદેશને લઈને ટ્વીટ કરી. સોનૂ સૂદે ટ્વીટ કરીને લખ્યું કે, દરેક દુકાન પર માત્ર નેમ પ્લેટ હોવી જોઈએ. હ્યુમેનિટી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો, જેમાં એક દુકાનદાર લોકોના ભોજન પર થૂંકતો નજરે પડી રહ્યો છે.

X યુઝર સુધીર મિશ્રાએ સોનૂ સૂદને ટેગ કરતા લખ્યું કે, થૂંક લાગેલી રોટલી સોનૂ સૂદને પાર્સલ કરવી જોઈએ, જેથી ભાઈચારો બન્યો રહે. આ ટ્વીટનો જવાબ આપતા સોનૂ સૂદે લખ્યું કે, આપણાં શ્રી રામજીએ શબરીના એઠાં બોર હકાઢા હતા. તો હું કેમ નહીં ખાઈ શકું. હિંસાને અહિંસાથી પરાજિત કરી શકાય છે મારા ભાઈ. બસ માનવતા યથાવત રહેવી જોઈએ. જય શ્રી રામ.

સોનૂ સુંદની આ ટ્વીટ સાથે જોડાયેલા એક સમાચારને રીપોસ્ટ કરતા કંગના રણૌતે લખ્યું કે, આગળ સોનૂ જી ભગવાન અને ધર્મ પર પોતાના વ્યક્તિગત નિષ્કર્ષોના આધાર પર પોતાની રામાયણ ડિરેક્ટ કરશે. વાહ, શું વાત છે, બોલિવુડથી વધુ એક રામાયણ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp