26th January selfie contest

ઇસ્લામ માટે બોલીવુડ છોડનારી દંગલ ગર્લ ઝાહીરા વસીમે હવે કહ્યું- મારો સાથ આપો

PC: news18.com

દંગલ ગર્લના નામથી જાણીતી ઝાહીરા વસીમ પોતાના સ્ટેટમેન્ટથી ઘણી વખત ચર્ચાનો વિષય બની રહે છે. હવે ફરીથી તેની પોસ્ટ લોકોનું ઘણું ધ્યાન ખેંચી રહી છે. તેણે પોસ્ટમાં ફેન્સને અપીલ કરી છે કે તેના બધા ફોટો હટાવી દે. ઝાહીરા વસીમે એક લાંબી પોસ્ટ લખીને એ પણ કહ્યું છે કે ઈન્ટરનેટ પરના તેના બધા ફોટા હટાવવા સંભવ નથી પરંતુ ફેન્સને અપીલ તો કરી જ શકે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Zaira Wasim (@zairawasim_)

ઝાહીરા વસીમે પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ગયા વર્ષે મૈં ફેન પેજ પર એક મેસેજ મૂક્યો હતો. અગર તેને જોયો નથી તો ફરીથી શેર કરી રહી છું. બધાને હેલો. હું બધાનો ધન્યવાદ કરવા માગું છું કે મારા ફોટા પોતાના અકાઉન્ટ્સ પરથી હટાવી દે. સાથે બીજા ફેન પેજને પણ આવું જ કરવા માટે કહે. દરેક ફોટોને ઈન્ટરનેટ પરથી સંપૂર્ણ રીતે હટાવી શકવા શક્ય નથી, પરંતુ હું તમને રિક્વેસ્ટ કરી શકું છું. આશા કરી છું કે બાકીની વસ્તુઓની જેમ આમાં પણ તમે મારો સાથ આપશો. હું મારા જીવવનું નવું ચેપ્ટર શરૂ કરવાની કોશિશ કરી રહી છું અને મને તમારા સહયોગથી જરૂર ફાયદો થશે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ઝાહીરા વસીમે પોતાના એક્ટિંગ કરિયરને છોડવાની જાહેરાત કીરને સૌને ચોંકાવી દીધા હતા. તે અક્ટિંગને પોતાની ધાર્મિક યાત્રામાં બાધિત માને છે. છેલ્લે ઝાહીરા વસીમ પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની ફિલ્મ ધ સ્કાય ઈઝ પિન્કમાં જોવા મળી હતી. દંગલ ફિલ્મથી જાણીતી બનેલી ઝાહીરેની સુપર સિક્રેટસ્ટાર ફિલ્મમાં પણ તેના પાત્રના પણ ઘણા વખાણ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp