Video: એક સેલ્ફી દ્વારા ઓરી 20-30 લાખની કમાણી કરે છે, સલમાન બોલ્યો- મારે પણ...

PC: radiocity.com

સલમાન ખાનના શો બિગ બોસ 17માં હાલમાં ઓરીનું નામ ખૂબ ચર્ચામાં છે. તે શોમાં વાઈલ્ડ કાર્ડના રૂપમાં પહોંચ્યો હતો. પણ તે શોમાં માત્ર એક દિવસ જ ઘરમાં ગયો હતો. આ દરમિયાન તેણે સલમાન ખાન સાથે ઘણી મજેદાર વાતો કરી અને ઘરના સભ્યોની સાથે પોતાનાથી જોડાયેલા કિસ્સા કહ્યા. ઓરીના કિસ્સા અને પૈસા કમાવવાની રીત સાંભળીને સલમાન ખાન પણ ચોંકી ગયો. તેની સાથે જ ઓરીએ જણાવ્યું કે તેના મિત્રોએ બેવાર તેને મારવાની કોશિશ કરી હતી.

ઓરીએ મારી નાખવાની વાતનો કિસ્સો બિગ બોસ 17માં શેર કર્યો. તેણે જણાવ્યું કે, એકવાર તેને હેલોવિન પાર્ટીમાં તેના મિત્રોએ ધક્કો મારી દીધો હતો અને તે પડી ગયો હતો. આ દરમિયાન તે મરી શકતો હતો. તેના વીડિયોને કોઇએ રેકોર્ડ પણ કરી દીધો હતો. તે વધુ એક કિસ્સો જણાવે છે કે, એક પાર્ટીમાં તેની ફીમેલ ફ્રેન્ડે તેને ખૂબ દારૂ પીવડાવ્યું અને પછી ટેરેસ પર ચાલી રહેલી પૂલ પાર્ટીમાં એકલો છોડીને જતી રહી હતી. ઓરીએ કહ્યું કે, તે પૂલમાં ડૂબીને મરી શકતો હતો કે પછી રૂમમાં પડી પણ શકતો હતો. કારણ કે ઓરીનું કહેવું છે કે તેની આંખો પણ નબળી છે અને તે નશામાં હતો.

એક સેલ્ફીથી લાખોની કમાણી

આ ઉપરાંત ઓરીએ બિગ બોસ 17ના ઘરમાં એન્ટ્રી કરતા પહેલા પોતાનાથી જોડાયેલી રસપ્રદ વાતો પણ શેર કરી. ઓરીએ જણાવ્યું કે તે કઇ રીતે પૈસા કમાઈ છે. ઓરી સલમાનને કહે છે કે, તેને ઈવેન્ટમાં ફોટો ક્લિક કરાવવા માટે પૈસા મળે છે. તે ફોટો ક્લિક કરાવે છે અને સોશિયલ મીડિયા પર શેક કરે છે. એક સેલ્ફી ફોટો દ્વારા ઓરી 20-30 લાખ રૂપિયા એક રાતમાં જ કમાઈ લે છે. આ સાંભળીને સલમાન ખાન પણ ચોંકી જાય છે.

જવાબમાં સલમાન ખાન કહે છે, કશું શીખ સલમાન, દુનિયા ક્યાંથી ક્યાં જતી રહી છે યાર. તુ સેલ્ફીના પૈસા લે છે. હું આ શા માટે નથી કરી રહ્યો? આમાં ઓરીને શું ફાયદો મળે છે, આ સવાલ પર ઓરી કહે છે કે, મને સ્પર્શ કર્યા બાદ તેમને લાગે છે કે તેઓ રિવાઇન્ડમાં વૃદ્ધ થઇ રહ્યા છે અને તેમના સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ પણ દૂર થઇ શકે છે.

 
 
 
View this post on Instagram

A post shared by @munawr ❤️ (@sillyhearttttt001)

 
 
 
View this post on Instagram

A post shared by Selmon Bhoi (@_bhoisexual_)

સલમાન ઓરીને પૂછે છે કે, તે કેટલા ફોન વાપરે છે. જવાબમાં ઓરી કહે છે તે 3 ફોન અલગ અલગ સમય માટે રાખે છે. જેથી બેટરી ન ઓછી થઇ જાય. સલમાન તેને પૂછે છે કે કોના માટે તે આટલા ફોટો અપલોડ કરે છે. જવાબમાં ઓરી કહે છે કે, દુનિયાના બાળકો માટે. હું આ બધુ તેમના માટે કરી રહ્યો છું. એક દિવસ આ દુનિયામાં 1000 ઓરી હશે. હું તેના માટે તેમને તૈયાર કરી રહ્યો છું. આ સાંભળી સલમાન કહે છે કે, મને હિંદુસ્તાનનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp