ઈવેન્ટમાં પાકિસ્તાની યુવતીએ ગુસ્સામાં પ્રિયંકાને કર્યો સવાલ, મળ્યો જોરદાર જવાબ

PC: twimg.com

બોલિવુડ એક્ટર્સ જ્યારે જાહેર કાર્યક્રમોમાં ભાગ લે છે, ત્યારે ઘણીવાર તેમણે વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. આવું જ કંઈક હાલમાં પ્રિયંકા ચોપરા સાથે બન્યું હતું. એક જાહેર કાર્યક્રમમાં પ્રિયંકા જ્યારે લોકોના પ્રશ્નોના જવાબ આપી રહી હતી, ત્યારે એક પાકિસ્તાની છોકરી પ્રિયંકા ચોપરા પર ગુસ્સે થઈ ગઈ હતી. જોકે, પ્રિયંકાએ આ પરિસ્થિતિને ખૂબ જ સુંદરતાથી હેન્ડલ કરી. પ્રિયંકા શનિવારે બપોર બાદ બ્યૂટીકોલ લોસ એન્જલસમાં બોલી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી.

તે યુવતી પ્રિયંકા પર એટલા માટે ગુસ્સે થઈ ગઈ, કારણ કે તેણે માર્ચ મહિનામાં એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે ભારતીય સેનાના વખાણ કર્યા હતા. છોકરીએ પ્રિયંકાને યુનાઈટેડ નેશન્સ ગુડવિલ એમ્બેસેડર હોવા અને તેના વિવાદિત ટ્વિટ પર સવાલ ઉઠાવ્યા. જણાવી દઈએ કે, પ્રિયંકાએ ટ્વિટમાં માત્ર એટલું જ લખ્યું હતું, જય હિંદ (ભારત અમર રહે).

તે યુવતીએ કહ્યું કે, તમે શાંતિ જાળવી રાખવા માટે યૂનાઈટેડ નેશન્સની ગુડવિલ એમ્બેસેડર છો. તમે પાકિસ્તાનમાં ન્યૂક્લિયર વોરને ભડકાવી રહ્યા છો. તમારે કોઈપણ રીતે આમાં ન હોવું જોઈએ. એક પાકિસ્તાની હોવાના નાતે મારા જેવા લોકો તમને પસંદ કરે છે અને તેમણે તમને બિઝનેસમાં સપોર્ટ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp