પલક તિવારીએ કસ્યો તેના સાવકા પિતા પર તંજ, કહ્યું- ઘણા પૈસા કમાવવા છે જેથી...
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની પર્સનલ લાઈફ કેટલી ટ્રેજડીથી ભરેલી છે તે સૌ કોઈ સારી રીતે જાણે છે. બે વખત લગ્ન અને બંને પતિથી અલગ થવું પડ્યું છે. બંને લગ્નથી શ્વેતા તિવારીને બે બાળકો છે. શ્વેતા ઘણા વર્ષોથી પોતાનું ઘર એકલી ચલાવી રહી છે. એકલા જ બંને બાળકોને મોટી કરી રહી છે. શ્વેતાની મોટી છોકરી પલક હવે મોટી થઈ ગઈ છે અનેહવે તે પોતાના માતાને મદદ કરવા ઈચ્છે છે. પલક માતા શ્વેતા સાથે ઘરની જવાબદારી ઉઠાવવા માંગે છે. નસીબથી પલકને પણ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં સારું કામ મળી રહ્યું છે.
પલકના બેક ટુ બેક ધમાકેદાર મ્યુઝિક વીડિયોઝ આવી રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા સેન્સેશન બનેલી પલકની સુંદરતાના ઘણા દિવાના છે. પલકે આરજે સિદ્ધાર્થ કાનને આપેલા ઈન્ટરવ્યુંમાં પોતાવા લક્ષ્ય અંગે વાત કરી છે. આવું કરતા પલકે પોતાના સૌતેલા પિતા અને માતાની સ્ટ્રગલ અંગે પણ વાત કરી હતી. પલક કહે છે કે- મારો અંતિમ ઉદ્દેશ પોતાના પરિવાર માટે એ બધુ કરવાનો છે, જેનાથી તેમને કોઈ વસ્તુ અંગે ચિંતા કરવાની જરૂર ન પડે. કારણ કે મારી માતાએ હંમેશાથી એકલી કમાનારી રહી છે. હું તેમની પાસેથી આ પ્રેશર લઈ લેવા માંગુ છું. હું એટલી સક્ષમ બનવા ઈચ્છું છું અને ઘણા પૈસા કમાવવા ઈચ્છું છું જેથી હું મારા ભાઈને લાઈફભર સારું એજ્યુકેશન આપી શકું.
હું મારી માતા, મારા નાના-નાનીના મેડિકલ બિલની ચૂકવણી કરી શકું. જે પણ મારા પરિવારને જોઈએ હું તે વ્યક્તિ બનવા ઈચ્છું છું. તેઓ મારી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે તેવી બનાવ ઈચ્છું છું. પલકે આગળ વાત કરતા કહ્યું હતું કે, તેની માતાને રેયાંશ(ભાઈ)ને ઘરે મૂકેન જવાનું સહેજ પણ ગમતું નથી, એક રાત માટે પણ નહીં. મા અને રેયાંશ વચ્ચે ઘણું સ્વીટ બોન્ડ છે. જો કોઈ પરિવારમાં બીજું કમાનારું હોતે તો તે રેયાંશ સાથે ઘરે જ રહેતે. હું મારા ભાઈ માટે આ પણ કરવા માંગુ છું. મને ખબર છે મા રેયાંશને ઘરે મૂકીને જાય છે અને કામ કરે છે જેથી તે અમારું પેટ ભરી શકે. મને ખબર છે કે તે ઘણું કામ કરે છે.
પલક તિવારીની આ વાત જણાવે છે કે જો તેની માતા સિવાય ઘરમાં બીજું કોઈ કમાનારું હોતે તો તેના ઘરની હાલત કંઈક અલગ જ હોતે. શ્વેતા તિવારીના જ્યારે અભિનવ કોહલી સાથે લગ્ન સંબંધ પૂરા ન થયા હતા તે સમયે પણ શ્વેતા જ ઘર ચલાવતી હતી. હવે તે અને અભિનવ અલગ થઈ ગયા છે. બંને વચ્ચે પુત્ર રેયાંશની કસ્ટડી લઈને કોર્ટમાં લગીલ કેસ પણ ચાલી રહ્યો છે. શ્વેતાએ અભિનવ પર આરોપ લગાવ્યો હતો કે તે પોતાના બાળકના ઉછેરમાં એક પૈસાની પણ મદદ કરતો નથી. રેયાંશ અભિવન અને શ્વેતાનો પુત્ર છે, જ્યારે પલક શ્વેતા અને રાજા ચૌધરીની છોકરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp