'પંચાયત-3'નું ટ્રેલર રીલિઝ, પ્રધાનજી માટે માથાનો દુખાવો બન્યો બનરાકસ

પંચાયત વેબ સીરિઝના ફેન્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે સમય આવી ગયો છે. એમેઝોન પ્રાઇમ વીડિયોએ પંચાયતની ત્રીજી સીઝનનું ટ્રેલર રીલિઝ કરી દીધું છે. આ વખતે બનરાકસનો રોલ મેઈન હોય એવું લાગે છે, તેણે પ્રધાનજી સામે તેની પત્નીને સરપંચની ચૂંટણીમાં ઉભી રાખી દીધી છે અને તેમાં તેને MLA સાહેબનો સાથ મળ્યો છે. આ સીરિઝ 28 મેના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થશે.

28 મેના રોજ આ સીરિઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થશે. ઉલ્લેખનીય છે કે, દર્શકોને આ વેબ સીરિઝ ખૂબ પસંદ પડી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by prime video IN (@primevideoin)

'પંચાયત 3'માં નવો વળાંક, સચિવજીની બદલી, સેક્રેટરી બનીને ફૂલેરા ગામમાં આવશે આ...

ચાહકો એમેઝોન પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝ 'પંચાયત 3'ની રાહ જોઈ રહ્યા છે. એક નાનકડા ગામની વાર્તા લોકોને ખૂબ જ ગમી. સિઝન 3ની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રેલર જોતા લાગે છે આ વખતે વેબ સીરિઝમાં ઘણા ટ્વીસ્ટ જોવા મળશે.

'પંચાયત'માં જિતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, ફૈઝલ મલિક અને ચંદન રોય મુખ્ય ભૂમિકામાં હતા. શોની સ્ટોરી વિશે કેટલીક રસપ્રદ વાતો સામે આવી છે. મીડિયા સૂત્રોના એક રિપોર્ટ સામે આવ્યો હતો કે ફૂલેરા ગામમાં મોટો બદલાવ જોવા મળશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે,સિઝન 3માં સેક્રેટરી જી એટલે કે અભિષેક ત્રિપાઠી (જિતેન્દ્ર કુમાર)ને અલગ ગામમાં ટ્રાન્સફર કરવામાં આવશે. 'ગજબ બેઈજ્જતી હૈ' ફેમના ગણેશની ભૂમિકા ભજવનાર આસિફ ખાન ફૂલેરા ગામના નવા પંચાયત સચિવનું સ્થાન લેશે. ભલે તેણે આ ડાયલોગ બોલ્યો ન હતો, પણ આ મીમથી તે ફેમસ થઈ ગયો. પણ જિતેન્દ્ર કુમાર જ સચિવની તરીકે ચાલુ છે્.

બીજું, ફૂલેરા ખાતે લગ્નની જાન લઈને આવેલા ગણેશની ખુરશી બાબતે ગ્રામજનો સાથે હળવો ઝઘડો થયો હતો. આ મામલો ઉકેલાયો હતો. પણ તમે જાણો છો કે, લોકો અહંકારમાં આવીને આવી બાબતોને દિલમાં લઇ લે છે અને પછી શરુ થાય છે રમત!'પંચાયત 2'નો અંત દુઃખદ હતો. પ્રહલાદનો પુત્ર રાહુલ શહીદ થયો હતો. સ્થાનિક ધારાસભ્ય ચંદ્ર કિશોર અભિષેકથી નારાજ થઈને તેની બીજા ગામમાં ટ્રાન્સફર કરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp