'પંચાયત'ની ત્રીજી સીઝનની તારીખ જાહેર, આ તારીખે એમેઝોન પ્રાઇમ વીડિયો પર માણી શકશો

PC: primevideo.com

સિનેપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ખબર આવી ગઈ છે. એમેઝોન પ્રાઇમની સુપરહિટ વેબસીરિઝ પંચાયતની ત્રીજી સીઝનની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. 28 મેના રોજ આ સીરિઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થશે. ઉલ્લેખનીય છે કે, દર્શકોને આ વેબ સીરિઝ ખૂબ પસંદ પડી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by prime video IN (@primevideoin)

'પંચાયત 3'માં નવો વળાંક, સચિવજીની બદલી, સેક્રેટરી બનીને ફૂલેરા ગામમાં આવશે આ...

ચાહકો એમેઝોન પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝ 'પંચાયત 3'ની રાહ જોઈ રહ્યા છે. એક નાનકડા ગામની વાર્તા લોકોને ખૂબ જ ગમી. સિઝન 3ની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં, જ્યારે એમેઝોન પ્રાઇમ વિડિયોએ તેના આગામી શો અને ફિલ્મોની યાદી બહાર પાડી, ત્યારે આ શો પણ તેમાંથી એક હતો. હજુ રિલીઝ ડેટ આવી નથી અને તેને લઈને અધીરાઈ વધી રહી છે. આ દરમિયાન વેબ સિરીઝ સાથે જોડાયેલા કેટલાક ટ્વિસ્ટ સામે આવ્યા છે.

'પંચાયત'માં જિતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, ફૈઝલ મલિક અને ચંદન રોય મુખ્ય ભૂમિકામાં હતા. શોની સ્ટોરી વિશે કેટલીક રસપ્રદ વાતો સામે આવી છે. મીડિયા સૂત્રોના એક રિપોર્ટ અનુસાર, ફૂલેરા ગામમાં મોટો બદલાવ જોવા મળશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એવું બહાર આવ્યું છે કે, સિઝન 3માં સેક્રેટરી જી એટલે કે અભિષેક ત્રિપાઠી (જિતેન્દ્ર કુમાર)ને અલગ ગામમાં ટ્રાન્સફર કરવામાં આવશે. 'ગજબ બેઈજ્જતી હૈ' ફેમના ગણેશની ભૂમિકા ભજવનાર આસિફ ખાન ફૂલેરા ગામના નવા પંચાયત સચિવનું સ્થાન લેશે. ભલે તેણે આ ડાયલોગ બોલ્યો ન હતો, પણ આ મીમથી તે ફેમસ થઈ ગયો.

ગણેશ એક નાનકડી ભૂમિકામાં હતો, જે અભિષેક ત્રિપાઠી સાથે ઝઘડો કરે છે. ગણેશે સિઝન 1માં વરની ભૂમિકા ભજવી હતી. તેના લગ્ન ફૂલેરા નિવાસી પરમેશ્વરની પુત્રી રવિના સાથે થયા હતા. લગ્નના દિવસે તેને ઘણી ફરિયાદો હોય છે. હવે જોવાનું એ રહેશે કે, સરપંચ અને તેમના પતિ સાથે તેમનું કેવું સમીકરણ છે.

અહેવાલો કહે છે કે, ગણેશ હવે ફૂલેરાના નવા સચિવ બનીને વાર્તામાં પ્રવેશવા જઈ રહ્યા છે. આ અહેવાલની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ જો ખરેખર આવું થાય તો ફૂલેરા ગામની વાર્તા રસપ્રદ બનવાની છે. આના બે કારણો છે- પહેલું, ગામમાં કોઈની પણ દીકરીનો પતિ એ ગામનો જમાઈ હોય છે.

બીજું, ફૂલેરા ખાતે લગ્નની જાન લઈને આવેલા ગણેશની ખુરશી બાબતે ગ્રામજનો સાથે હળવો ઝઘડો થયો હતો. આ મામલો ઉકેલાયો હતો. પણ તમે જાણો છો કે, લોકો અહંકારમાં આવીને આવી બાબતોને દિલમાં લઇ લે છે અને પછી શરુ થાય છે રમત!

'પંચાયત 2'નો અંત દુઃખદ હતો. પ્રહલાદનો પુત્ર રાહુલ શહીદ થયો હતો. સ્થાનિક ધારાસભ્ય ચંદ્ર કિશોર અભિષેકથી નારાજ થઈને તેની બીજા ગામમાં ટ્રાન્સફર કરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp