બોલિવુડની ફ્લોપ ફિલ્મો પર પરેશ રાવલે ઈન્ડસ્ટ્રીની આ ખામી જણાવી

PC: mashable.com

પરેશ રાવલ હાલમાં તેની આવનારી ફિલ્મ ડ્રીમ ગર્લ-2ની રીલિઝની રાહ જોઈ રહ્યા છે. જે 25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. જ્યારે પરેશ રાવલ સપોર્ટિંગ રોલમાં છે. પરેશ રાવલે હાલમાં જ બોલિવુડને સરળ અને નરમ ટાર્ગેટ કહ્યું હતું અને સાથે જ હિંદી સિનેમાની એક મોટી ખામીનો ખુલાસો કર્યો છે.

જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે, જ્યારે અમુક ફિલ્મો બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરવામાં નિષ્ફળ જાય છે તો ફિલ્મના ચાહકો બોલિવુડને શા માટે બદનામ કરે છે.

બોલિવુડમાં આની ખામી

બોલિવુડની સતત ફ્લોપ જઇ રહેલી ફિલ્મો વિશે પૂછવામાં આવેલા સવાલ પર પરેશ રાવલે કહ્યું કે, આવું એટલા માટે છે કે કારણ કે બોલિવુડ એક સોફ્ટ ટાર્ગેટ છે. તેમણે હિંદી સિનેમાની ખામીનો ખુલાસો કરી કહ્યું કે સાઉથ સિનેમાના વિપરીત બોલિવુડમાં એકતાની ખામી છે. સાઉથથી વિપરીત બોલિવુડમાં એકતા નથી. કારણે કે બોલિવુડવાળાઓમાં એકતા નથી. જો હિંદી સિનેમામાં એકતા આવી જાય તો કોઈ કશું કરી શકે નહીં. કોઇ તમારા સિનેમા પર પથ્થર મારી શકે નહીં. કોઈ ગુંદાગીરી પણ કરી શકે નહીં. પણ એકતા જરૂરી છે, જેવી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં છે. જો બોલિવુડ પાસે એકતા હોત તો કોઈ તેનું કશું કરી શકતે નહીં. કોઈ પથ્થરબાજી કે તોડફોડ કરે નહી. લોકો સાઉથની ફિલ્મોનું સન્માન કરે છે.

સાઉથમાં તમે કોઈના વિરુદ્ધ ન જઇ શકો

પરેશ રાવલે આગળ કહ્યું કે, સાઉથમાં તમે કોઇના વિરુદ્ધ બોલીને દેખાડો. કોઈની હિંમત નથી. સાઉથમાં જે છે એ બોલિવુડમાં નથી. ત્યાં તમે કોઈની સામે જઇ શકો નહીં. બોલિવુડમાં એકતા લાવવા માટે શું કરી શકાય તેને લઇ રાવલે કહ્યું કે, ખબર નહીં. પ્રાદેશિક સિનેમામાં જે માનસિકતા હોય છે તે અહીં કેમ નથી. મને નથી ખબર કે બોલિવુડના લોકોની માનસિકતા ક્ષેત્રીય સિનેમાના લોકો જેવી કેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp