સાંસદ રાઘવ ચઢ્ઢા-અભિનેત્રી પરિણીતિ ચોપરાએ શેર કરી લગ્નની 7 તસવીરો

PC: facebook.com/ParineetiChopraOfficial/

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતિ ચોપરાના લગ્નની તસવીરો સામે આવી છે, પરિણીતિએ પોતાના સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરી હતી.

આ સાથે જ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્નના ફોટોમાં બંને ફેરા ફરતા જોવા મળી રહ્યા છે.

લગ્ન બાદ પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઉદયપુરથી દિલ્હી જવા રવાના થયા હતા, જ્યાં પાપારાઝીઓએ તેમને કેમેરામાં કેદ કર્યા હતા.

24 સપ્ટેમ્બરે બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નમાં ફેમિલી અને દુલ્હા-દુલ્હનના ખાસ મિત્રો સિવાય દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન પણ હાજર હતા. આ સિવાય અનેક AAPના નેતાઓ પણ જોવા મળ્યા હતા.

ફિલ્મ અભિનેત્રી પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્ન રવિવારે રાજસ્થાનના ઉદયપુરમાં થઇ ગયા. આ લગ્નમાં ઘણાં સગા સંબંધીઓ, બોલિવુડના કલાકારો અને રાજકરણીઓ સામેલ થયા હતા. આ બધાની વચ્ચે પરિણીતિની બહેન પ્રિયંકા ચોપરા લગ્નમાં નજર આવી નહીં. તે લગ્નમાં સામેલ થઇ નહોતી. 

 

સાથે જ તેમણે કહ્યું કે, લગ્નમાં કોઇ પણ રીતના ગીફ્ટ લેવામાં આવ્યા નહીં. તેમના અનુસાર કોઇ લેવડ-દેવડ થઇ નથી. માત્ર આશીર્વાદ જ પૂરતા છે. તેમને પૂછવામાં આવ્યું કે લગ્નમાં પરિણીતિ કેવી લાગી રહી હતી તો તેમણે જવાબ આપ્યો કે, પરિણીતિ એમ પણ સુંદર છે અને લગ્નમાં વધારે સારી લાગી રહી હતી.

પરિણીતિએ શેર કરી લગ્નની તસવીરો

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા. લગ્નનાં સ્થળ પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘણાં સુરક્ષાકર્મીઓ વેન્યૂની આસપાસ હતા. બોટથી વરઘોડો લઇ રાઘવ પરિણીતિની પાસે પહોંચ્યા અને લગ્નની વિધિઓ શરૂ થઇ.

ફેન્સ રવિવારથી લગ્નની તસવીરોની રાહ જોઇ રહ્યા હતા. જોકે સોમવારે સવારે પરિણીતિએ તેના લગ્નની તસવીરો ફેન્સ સાથે શેર કરી.

 
 
 
View this post on Instagram

A post shared by Varinder Chawla (@varindertchawla)

પ્રિયંકા ચોપરા લગ્નમાં હાજર તો ન રહી પણ તેણે લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવ્યા બાદ બહેન પરિણીતિને કમેન્ટ દ્વારા શુભકામના પાઠવી. પ્રિયંકાએ કહ્યું કે, મારી દુઆઓ તારી સાથે છે. આ ઉપરાંત પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક તસવીર પણ શેર કરી જેમાં તે તેની દીકરી માલતી સાથે સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp