'પઠાણ' ફિલ્મ સામે વિવેક અગ્નિહોત્રીનો ગુસ્સો, કહ્યું-સેક્યૂલર હોવ તો નહીં જોતા

PC: lehren.com

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ તેની રિલીઝ પહેલા જ વિવાદોમાં રહી છે. બેશરમ રંગ ગીતની ટ્રોલીંગ હજુ અટકી નથી. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ પણ શાહરૂખ ખાનના પઠાણ અને ગીત બેશરમ રંગને ટ્રોલ કરવાથી પીછેહઠ કરી ન હતી. હવે વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કરીને બેશરમ રંગ ગીત પર ટોણો માર્યો છે. આ ગીતને અશ્લીલ ગણાવીને તેણે તેને ન જોવાની અપીલ કરી છે.

વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કરીને લખ્યું છે કે,ચેતવણી. બોલિવૂડ વિરુદ્ધ વિડિયો. જો તમે બિનસાંપ્રદાયિક છો, તો તેને જોશો નહીં. ડિરેક્ટરે બે વીડિયોનો કોલાજ શેર કર્યો છે. જેમાં એક બાજુ બેશરમ રંગ ગીત વાગી રહ્યું છે. બીજી તરફ એક એડ ફિલ્મ ચાલી રહી છે જેમાં બળાત્કાર, સાંસ્કૃતિક હુમલા, ફિલ્મો સોશિયલ મીડિયા OTTના અશ્લીલ પ્રચાર રોકવાની માંગ કરવામાં આવી છે. સંસ્કૃતિને બચાવવા અપીલ કરવામાં આવી છે.

વીડિયોમાં એક છોકરી રડતા રડતા ફિલ્મમેકર્સને પૂછે છે કે તમે આટલી અશ્લીલતા ક્યાંથી લાવો છો? ન મારા શરીર માટે કોઇ માન નથી કે મારા મનની કોઇ કિંમત નથી. ફક્ત અર્થહીન શબ્દો અને ગંદકીમાં લપેટાયેલા નગ્ન દ્રશ્યો? તમે આને કટેન્ટ કહો છો? તમે  અપરાધોને ઉજાગર કરો છો અને એનો ભોગ અમારે યુવતીઓએ બનવું પડે છે.વીડિયોમાં અશ્લીલ ફિલ્મો ન બનાવવાની માંગ કરવામાં આવી છે.

વિવેક અગ્નિહોત્રીને તેમની પોસ્ટને લઈને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ડાયરેક્ટર દ્વારા બનાવેલી બોલ્ડ ફિલ્મોના ફોટો શેર કરીને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. પીપલ ક્લબ વિવેક અગ્નિહોત્રીની જૂની અશ્લીલ ટ્વીટ અને લખે છે - શરમજનક. લોકો ડિરેક્ટરને અભણ અને હિપ્પોક્રેટ કહેતા. તેમના ડિરેક્શનમાં બનેલી કામુક ફિલ્મ હેટ સ્ટોરીનું બોલ્ડ પોસ્ટર શેર કરીને તેમને સવાલ કરી રહ્યા છે.

વિવેકે પણ આ ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે તે પરિવર્તનમાં વિશ્વાસ રાખે છે. જ્યારે તેને લાગ્યું કે બોલિવૂડમાં કંઈક ખોટું છે તો તેણે પોતાની જાતને બદલી નાખી.વિવેક અગ્નિહોત્રી પોતાના નિવેદનો અને ટ્વીટ્સને કારણે અવારનવાર યુઝર્સના નિશાના પર રહે છે.

પઠાણ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થશે. પઠાણના ગીત બેશરમ રંગ પર થયેલા વિવાદ બાદ સેન્સર બોર્ડે કેટલાક ફેરફારો સૂચવ્યા છે. બેશરમ રંગ ગીતમાં દીપિકાની ઓરેન્જ બિકીનીને લઈને વિવાદ થયો હતો. સેન્સર બોર્ડના હસ્તક્ષેપ બાદ શું આ સીન ફિલ્મમાંથી હટાવવામાં આવશે? તેનો જવાબ પઠાણ રિલીઝ થયા બાદ જ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp