કોણ છે પાયલ કાપડિયા, Cannesમાં સ્ક્રિનિંગ બાદ 8 મિનિટ સુધી વાગતી રહી તાળીઓ

77માં Cannes ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની હસ્તીઓએ રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેર્યો. આ દરમિયાન ભારતીય ડિરેક્ટરે Cannes 2024માં મેહફિલ લૂંટી લીધી. તેમણે ઇન્ટરનેશનલ મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું. ફેસ્ટિવલમાં પાયલ કાપડિયાની ફીચર ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એજ લાઇટ’નું પ્રીમિયર થયું. જેણે ઇતિહાસ રચી દીધો. લોકો આ ફિલ્મના દીવાના થઈ ગયા. Cannesમાં ફિલ્મને 8 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. તાળીઓના ગડગાડટથી આખો હૉલ ગુંજી ઉઠ્યો. આવો જાણીએ કોણ છે પાયલ કાપડિયા.
પાયલ કાપડિયા પહેલા ભારતીય મહિલા ડિરેક્ટર છે, જેમની ફીચર ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એજ લાઇટ’ Cannesમાં કોમ્પિટિશનમાં પહોંચી છે. પાયલ કાપડિયાનો જન્મ મુંબઇમાં થયો હતો. તેમણે આંધ્ર પ્રદેશના ઋષિ વેલી સ્કૂલથી અભ્યાસ કર્યો. ત્યારબાદ પાયલે મુંબઈની સેંટ જેવિયસ કોલેજથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું. તેને સોફિયા કૉલેજથી માસ્ટર ડિગ્રી હાંસલ કરી. ત્યારબાદ પાયલ કાપડિયાએ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટથી ડિરેક્શનની સૂક્ષ્મતા શીખી.
શું છે ઓલ વી ઇમેજિન એજ લાઇટ’ની કહાની:
ઓલ વી ઇમેજિન એજ લાઇટ એક ફીચર ફિલ્મ છે. તેની કહાની 2 નર્સ (પ્રભા અને અનુ) પર આધારિત છે, જે સાથે રહે છે. પ્રભાના અરેન્જ મેરેજ થયા અને તેનો પતિ વિદેશમાં રહે છે. બીજી તરફ અનુના લગ્ન થયા નથી, પરંતુ તેને એક છોકરા સાથે પ્રેમ છે. પ્રભા અને અનુ પોતાની બે સખીઓ સાથે એક ટ્રીપ પર જાય છે. જ્યાં તેઓ પોતાને એસક્સપ્લોર કરે છે અને પછી તેમને આઝાદીનું મહત્ત્વ સમજમાં આવે છે. આ ફિલ્મમાં કની કુશ્રુતિ, દિવ્યા પ્રભા, રુધૂ હારુન, છાયા કદમ અને અજીસ નેદુમંગડ જેવા સ્ટારોએ કામ કર્યું છે.
પાયલ કાપડિયાએ વર્ષ 2014થી લઈને 2024 સુધી 4 શોર્ટ ફિલ્મો બનાવી છે. તેમણે ‘અ નાઈટ ઓફ નોઇંગ નથિંગ’ નામની શોર્ટ ફિલ્મ બનાવી હતી, જેને Cannes ફિલ્મ ફેસ્ટિવલમાં 2021માં ધ ગોલ્ડન આઇ એવોર્ડ મળ્યો હતો. એ સિવાય તેમની શોર્ટ ફિલ્મોમાં ‘એન્ડ વ્હોટ ઈઝ ધ સમાર સેંગ’, ધ લાસ્ટ મેંગો બિફોર ધ મોનસૂન’, ‘આફટરનૂન ક્લાઉડ્સ અને વોટરમેલન’, ફિશ એન્ડ ધ હાફ ઘોસ્ટ’ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp