પાકિસ્તાનના જુનિયર મુખ્ય સિલેક્ટર સોહેલ તનવીરે ટીમ સિલેક્શન બાદ દેશ કેમ છોડ્યો?
પાકિસ્તાન ક્રિકેટમાં આ સમયે એક બાદ એક હોબાળો થઈ રહ્યો છે. પહેલા ભારતમાં રમાયેલા ICC વન-ડે વર્લ્ડ કપમાં હાર બાદ ટીમના કેપ્ટન બાબર આઝમ અને સિલેક્શન સમિતિને લઈને હોબાળો થયો અને ત્યારબાદ ઇંઝમામ ઉલ હકે રાજીનામું આપી દીધું અને હવે અંડર-19 ટીમનો મુખ્ય સિલેક્ટર વર્લ્ડ કપ ટીમ સિલેક્શન બાદ દેશ છોડીને અમેરિકા T20 લીગ રમવા જવા પર હોબાળો થઈ રહ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની રાષ્ટ્રીય જુનિયર ચીફ સિલેક્ટર સોહેલ તનવીરને અમેરિકામાં ચાલી રહેલી T20 લીગમાં રમવાની મંજૂરી આપવાના નિર્ણયની ખૂબ નિંદા થઈ રહી છે. ક્રિકેટના જાણકાર એવા હિતોના ટકરાવનો મામલો બતાવીને સવાલ ઉઠાવી રહ્યા છે. સોહેલ તનવીર અંડર-19 વર્લ્ડ કપ ટીમ માટે પાકિસ્તાનની યુવા ટીમની જાહેરાત કર્યાના, તુરંત બાદ અમેરિકન પ્રીમિયર લીગ (APL)માં રમવા જતો રહ્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, રાષ્ટ્રીય જુનિયર સિલેક્ટરની નિમણૂક કરતી વખત જ લીગમાં રમવાની મંજૂરી આપવામાં આવી હતી.
પાકિસ્તાનમાં સીનિયર, જુનિયર ચીફ સિલેક્ટર અને રાષ્ટ્રીય સિલેક્ટરના પદો પર વેતન આપવામાં આવે છે. સોહેલ તનવીર અમેરિકન પ્રીમિયર લીગમાં પ્રીમિયમ પાક્સ તરફથી રમી રહ્યો છે અને લીગને અત્યારે અમેરિકન ક્રિકેટ પરિષદ પાસે મંજૂરી મળવાની બાકી છે. આ આખા પ્રકરણમાં ચીફ સિલેક્ટર વહાબ રિયાજને ફોકસમાં લાવી દીધો છે કેમ કે તે આગામી વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમવા માટે તૈયાર છે.
તે મોહમ્મદ હફીઝના મામલે એકદમ વિરુદ્ધ છે. મોહમ્મદ હફીઝ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ અલગ અલગ T20 લીગમાં રમી રહ્યો હતો અને પાકિસ્તાની ટીમનો ડિરેક્ટર બન્યા બાદ તેણે જાહેરાત કરી કે તે માત્ર પોતાની નોકરી પર જ ધ્યાન આપશે. રસપ્રદ વાત છે કે ICC વન-ડે વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇંઝમામ ઉલ હકને હિતોના ટકરાવના મુદ્દે ચીફ સિલેક્ટરના પદ પરથી હટવા માટે બાધ્ય કરી દીધો હતો. ઇંઝમામે ત્યારે પોતાનું રાજીનામું આપી દીધું હતું, જ્યારે સામે આવ્યું કે તે મોહમ્મદ રિઝવાન અને અન્ય એક જાણીતા ખેલાડીના એજન્ટ તલ્હા રહમાનની સ્પોર્ટ મેનેજમેન્ટ કંપનીમાં ભાગીદાર હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp