રામાયણના સેટ પરથી રણબીર-પલ્લવીનો લૂક વાયરલ, બંને ભગવાન રામ-મા સીતાનો રોલ કરે છે

PC: twitter.com/Wellutwt

ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ રામાયણની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાના રામમાં જોવા મળવાનો છે. તેની સાથે સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવી સીતા માતાના રોલમાં જોવા મળશે, જેની તસવીરો પણ સામે આવી છે. રામાયણના સેટ પરથી રણબીર અને પલ્લવીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

રામાયણના સેટ પરથી ફોટા લીક, અરુણ ગોવિલ દશરથના રોલમાં, જુઓ તસવીરો

રણબીર કપૂર અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ રામાયણને લઈને જબરદસ્ત હાઈપ છે. પહેલા શેડ્યૂલનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. શૂટના પ્રથમ બે દિવસ નિર્માતાઓ માટે ખૂબ જ તણાવપૂર્ણ હતા, કારણ કે સેટ પરથી સતત તસવીરો લીક થઈ રહી હતી. નિર્દેશક નિતેશ તિવારી આ બધી બાબતોથી ખૂબ નારાજ છે.

સૌથી પહેલા તો ફિલ્મ રામાયણના સેટની તસવીરો ઈન્ટરનેટ પર લીક થઈ હતી. હવે, ગુરુવારે મોડી રાતથી, દશરથ તરીકે અરુણ ગોવિલ અને કૈકેયી તરીકે લારા દત્તાનો દેખાવ સોશિયલ મીડિયા પર જાહેર થયો છે. અરુણ ગોવિલને તેની લાંબી દાઢી અને વાળથી ઓળખવો મુશ્કેલ છે. આવા સ્ટાર્સના ફોટો લીક થવાથી મેકર્સ ખૂબ જ પરેશાન છે. તેથી હવે ડાયરેક્ટર નિતેશ તિવારીએ મહત્વનો નિર્ણય લીધો છે. મીડિયા સૂત્રોના એક અહેવાલમાં માહિતી આપનારનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, સેટ પર 'નો ફોન' નીતિ લાગુ કરવામાં આવી છે.

સેટ પર હાજર કેમેરા, ક્રૂ અને આસિસ્ટન્ટ ડિરેક્ટર્સને સમન્સ મોકલવામાં આવ્યા છે અને પૂછવામાં આવ્યું છે કે, સેટની બહાર સ્ટાર્સની તસવીરો કેવી રીતે લીક થઈ. સૂત્રના જણાવ્યા અનુસાર, નિતેશ તિવારી રણબીર કપૂરના લુકને ગુપ્ત રાખવા માંગે છે. તે સુનિશ્ચિત કરશે કે, સેટ પરથી રણબીરનો કોઈ ફોટો લીક ન થાય. અહીં તમને જણાવી દઈએ કે, તે ફિલ્મમાં રામનું પાત્ર ભજવી રહ્યો છે. તેથી, સેટ પર કડક 'નો ફોન' નીતિ લાગુ કરવામાં આવી છે. નિતેશ તિવારી અને તેમની ટીમે શૂટિંગ શરૂ થયા પછી સેટ પરના વધારાના સ્ટાફ અને ક્રૂને ત્યાંથી જવાનો આદેશ આપ્યો છે. સેટ પર માત્ર કલાકારો અને ટેકનિશિયનોએ જ રહેવાનું રહેશે, તેમના સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં.

રણબીરે હજુ સુધી તેના રોલ માટે શૂટિંગ શરૂ કર્યું નથી. રામાયણની ટીમ રણબીરની બોડી ડબલ લાવવાની યોજના પણ બનાવી રહી છે. જેથી અભિનેતાના વાસ્તવિક ફૂટેજ બહાર લીક ન થાય. ફિલ્મ રામાયણ એક ડ્રીમ પ્રોજેક્ટ છે, જેને નિતેશ તિવારી ખૂબ જ રિસર્ચ અને મહેનત સાથે બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર સાથે દક્ષિણ ભારતીય અભિનેત્રી સાઈ પલ્લવી જોવા મળશે. KGF સ્ટાર યશ રાવણ અને સાક્ષી તંવર મંદોદરીની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં સની અને બોબી પણ જોડાશે તેવી ચર્ચા છે. જો કે તે અલગ બાબત છે કે, હજુ સુધી નિર્માતાઓ દ્વારા કોઈના કાસ્ટિંગની પુષ્ટિ કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp