બાયોપિક વૉર-ડ્રામા ફિલ્મ Pippa જોવી કે નહીં, વાંચી લો રિવ્યૂ

PC: timesnow.com

ઈશાન ખટ્ટર, મૃણાલ ઠાકુર સ્ટાટા ફિલ્મ ‘પિપ્પા’ એમેઝોન પ્રાઈમ પર રીલિઝ કરી દેવામાં આવી છે. ફિલ્મ દેશભક્તિના જુસ્સાની સાથે સાથે વૉર ઝોન, PT-75 ટેંક, એક પરિવાર અને રેફ્યૂજીઓના જીવનની પીડાને દર્શાવવાનો દાવો કરે છે. ફિલ્મ આ સ્ટોરીલાઇન પર કેટલી ખરી ઉતરી કે નહીં, વાંચો

ફિલ્મની સ્ટોરી ભારતની 45 કેવલરી રેજિમેન્ટના કેપ્ટન બલરામ સિંહ મેહતા અને તેના ભાઈ-બહેનની આસપાસ ફરે છે. જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઈસ્ટર્ન ફ્રંટ પર ગરીબપુરની લડાઈમાં બહાદુરીનું અદ્ભૂત પરિચય આપ્યો હતો.

સ્ટોરી

જ્યારે તમે કોઇ આવી બાયોપિક ફિલ્મ જોઇ રહ્યા હોઉ તો એવી જ આશા હોય છે કે ફિલ્મ દેશભક્તિ, રાષ્ટ્ર માટે ઉત્સાહ અને જુસ્સાથી ભરપૂર હોય. રાજ કૃષ્ણ મેનનની આ ફિલ્મમાં ભારતની કુલીનતા અને ઉદારતા પણ છે. કારણ કે તેમણે બાંગ્લાદેશ લિબરેશન વોર(1971)માં પોતાનો ફાળો આપ્યો હતો. કેન્દ્રમાં 45 કૈવલરી રેજિમેન્ટના કેપ્ટન બલરામ(ઈશાન ખટ્ટર) છે. જે એક અપરંપરાગત સૈનિક છે અને પોતાના સીનિયર્સના ઓડર્સના વિરુદ્ધ જઇ કામ કરે છે.

ફિલ્મનું નામ PT-76 ટેન્કરના નામ પર રાખવામાં આવ્યું છે. જેને કેપ્ટન બલરામે ચલાવ્યું હતું. આ ફિલ્મ એક યુવા અને સાહસી કેપ્ટન બલરામ વિશે છે. પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાનની સાથેના સંઘર્ષ પછી આ ફિલ્મ એ વાતને દેખાડે છે કે કઇ રીતે આપણે એક રાષ્ટ્રના રૂપમાં ન્યાય અને માનવીયતાને પસંદ કર્યું અને તેની સાથે ઊભા રહ્યા. આ ફિલ્મ કેપ્ટન બલરામ અને તેના ભાઈ-બહેન, મોટા ભાઈ મેજર રામ(પ્રિયાંશુ પેનયુલી) અને બહેન રાધા(મૃણાલ ઠાકુર) પર પણ ફોકસ કરે છએ.  ભાઈ-બહેન એન્ક્રિપ્ટેડ મેસેજના માસ્ટર ડિકોડર હતા. જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધને જીતવામાં અગત્યનો ફાળો આપ્યો હતો.

એઆર રહેમાને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. સાથે જ સાઉન્ડ ટ્રેક પણ આપ્યો છે. ખાસ કરીને એમસી હેમ અને ક્રિસ્ટલ ગરીબના રેમ્પેજ ગીત અને શિલ્પા રાવ-જુબિન નોટિયાલનું જજ્બાત ગીત છાપ છોડી જાય છે.

અભિનય

ઈશાન ખટ્ટરે તેનું પાત્ર ખૂબ જ સરસ રીતે ભજવ્યું છે. તેણે પોતાના પાત્રને ન્યાય આપવાની સાથે જ આગવી છાપ પણ છોડી છે. અનુશાસિત અને બહાદુર મેજર રામના રોલમાં પ્રિયાંશુએ પણ સરસ કામ કર્યું છે. મૃણાલ ઠાકુરે પણ પોતાનું કામ સુંદર રીતે ભજવ્યું છે. ફિલ્મમાં એક ઘરાબ પાકિસ્તાની સૈનિકની ભૂમિકામાં ઈનામુલહક, શિબલી અને યુદ્ધના નાયક ભાઈઓની માતાના રોલમાં સોની રાઝદાને પણ આગવી છાપ છોડી છે.

શા માટે ફિલ્મ જોવી

પિપ્પા યુદ્ધ પર આધારિત એક એવી ફિલ્મ છે, જેને એકવાર જરૂર જોવી જોઇએ. ખાસ કરીને માનવતા માટે ઊભા રહેવાની ભારતની ભાવનાને આ ફિલ્મ દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp