પૂનમ પાંડેના મોતની અફવા ફેલાવનારી એજન્સીએ માગી માફી, જણાવ્યું કયા કારણે ફેલાવ્યા
મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડેના મોતના નકલી સમાચાર ફેલાવનારી એજન્સી શ્બાંગે માફી માગી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા નિવેદનમાં એજન્સીએ કહ્યું કે, પૂનમ પાંડેના મોતની અફવા ઉડાવવાનું ઉદ્દેશ્ય સર્વાઇકલ કેન્સરને લઈને જાગૃતિને પ્રોત્સાહન આપવાનું હતું. ઉલ્લેખનીય છે ક શુક્રવારે પૂનમ પાંડેના સર્વાઇકલ કેન્સરથી મોત થવાના નકલી સમાચાર ફેલાવ્યા હતા, પરંતુ આગામી દિવસે જ પૂનમ પાંડેએ ઈન્ટરનેટ મીડિયા પર વીડિયો જાહેર કરીને કહ્યું કે, તેનું મોત થયું નથી, પરંતુ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી એમ કરવામાં આવ્યું.
પૂનમ પાંડેના ખોટા મોત પાછળની કંપની શ્બાંગેના સત્તાવાર હેન્ડલે લિંક્ડઇન પર માફીનામું શેર કર્યું છે. તેમાં તેણે લખ્યું કે, 'હા અમે હોટરફ્લાઈથી સહયોગથી સર્વાઇકલ કેન્સર બાબતે જાગૃતિ ફેલાવવાની પૂનમ પાંડેની પહેલામાં સામેલ હતા. શરૂઆત કરવા માટે અમે દિલથી માફી માગવા માગીશું. વિશેષ રૂપે એ લોકો પ્રત્યે જે કોઈ પણ પ્રકારની કેન્સરની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે કે તેમના પ્રિયજન કરી રહ્યા છે.' આ પોસ્ટે સંકેત આપ્યા કે વિવાદાસ્પદ પગલું સર્વાઇકલ કેન્સર બાબતે જાગૃતિ ફેલાવવાના મિશનના બદલામાં હતું.
લખવામાં આવ્યું કે, 'અમારું એક્શન એકમાત્ર મિશન હતું કે સર્વાઇકલ કેન્સર બાબતે જાગૃતિ વધારવાનું. વર્ષ 2022માં ભારતમાં 123,907 સર્વાઇકલ કેન્સરના કેસ અને 77,348 મોત નોંધાયા. બ્રેસ્ટ કેન્સર બાદ સર્વાઇકલ કેન્સર ભારતમાં મધ્યમ ઉંમર વર્ગની મહિલાઓને પ્રભાવિત કરનારી બીજી સૌથી વધુ ઘાતક બીમારી છે. કંપનીએ એવું પણ શેર કર્યું કે પૂનમ પાંડેની માતા કેન્સરથી ઝઝૂમી રહી હતી અને એટલે તે આ બીમારીનું મહત્ત્વ જાણે છે. માફીનામાવાળી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, તમારામાંથી ઘણા લોકો અજાણ હશે, પરંતુ પૂનમની માતાએ કેન્સર સામે બહાદુરીથી લડાઈ લડી છે. આટલી નજીકથી તેને જોવા અને પર્સનલ લાઈફમાં આ પ્રકારની બીમારીથી લડવાના પડકારોમાંથી પસાર થયા બાદ પૂનમ તેને રોકવાના મહત્ત્વ અને જાગૃતિની ગંભીરતા સમજે છે. ખાસ કરીને જ્યારે વેક્સીન ઉપસ્થિત હોય.'
પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું કે, સર્વાઇકલ કેન્સર બાબતે લોકો જિજ્ઞાસામાં કોઈ બદલાવ ન આવ્યો, જ્યારે આપણાં માનનીય મંત્રીએ થોડા દિવસ અગાઉ કેન્દ્રીય બજેટ દરમિયાન તેનો ઉલ્લેખ કર્યો હતો. પૂનમના આ પગલાં બાદ હવે સર્વાઇકલ કેન્સર અને તેની સાથે સંબંધિત શબ્દ ગૂગલ પર સૌથી વધુ શોધાતો ટૉપિક બની ગયો છે. આ દેશના ઇતિહાસમાં એ પહેલી વખત છે સર્વાઇકલ કેન્સર શબ્દ 1,000 કરતા વધુ હેડલાઇનમાં છે.' આ પહેલ માટે એજન્સીએ માફી પણ માગી છે. લખ્યું કે છતા અમે એ લોકો પાસે માફી માગવા ઈચ્છીએ છીએ જે પહેલના કારણે દુઃખી હશે. અમે સમજીએ છીએ કે અમારી રીતોએ અપ્રોચ બાબતે બહેસ છેડી દીધી હતી. જો કે, અમે કોઈ પણ પરેશાની માટે દુઃખ છે, પરંતુ જો આ પગલાં બાદ ખૂબ જરૂરી જાગૃતિ ફેલાય છે અને મોતને રોકી શકાય છે તો તેનો વાસ્તવિક પ્રભાવ હશે.
મોતના નકલી સમાચાર પર ઈન્ટરનેટ મીડિયા પર મજાક થયા બાદ પૂનમ પાંડેએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે, મને મારી નાખો, મને સૂળી પર ચઢાવો, મને નફરત કરો, પરંતુ ઓછામાં ઓછા જેને તમે પ્રેમ કરો છો તેને બચાવો. તો સમાચાર એજન્સી ANI મુજબ, એક ઈન્ટરનેટ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈજાન અન્સારીએ મુંબઈ પોલીસને લેખિત ફરિયાદ નોંધાવી છે અને મોતના ખોટી અફવા ફેલાવવાના આરોપમાં પૂનમ પાંડેની ધરપકડની માગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp