નીતિશ ભારદ્વાજના મતે 'કલ્કિ-2'માં પ્રભાસના પાત્રને....
નાગ અશ્વિનની ફિલ્મ ‘કલ્કિ' 2898 એડી બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. નાગ અશ્વિને પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દીપિકા પાદુકોણ સાથે બનેલી ફિલ્મમાં પૌરાણિક કથાઓ અને વિજ્ઞાન સાહિત્યને એકસાથે લાવવાનો પ્રયાસ કર્યો છે. જનતાને તેમનો આ પ્રયોગ ગમ્યો છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો તેને કરિશ્મા તરીકે કહી રહ્યા છે. બી. આર. ચોપડાની ‘મહાભારત’ સિરિયલમાં કૃષ્ણની ભૂમિકા ભજવનાર નીતીશ ભારદ્રાજે એક મીડિયા સાથે ‘કલ્કિ' ફિલ્મ વિશે વાત કરી છે.
નીતીશ ભારદ્વાજે કહ્યું કે,નાગ અશ્વિને મહાભારતના પાત્રો અને મહાવિષ્ણુના છેલ્લા અવતાર કલ્કિનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કર્યો છે. હિન્દી ફિલ્મ પ્રોડ્યુર્સર્સે આ દક્ષિણમાંથી શીખવું જોઈએ કારણ કે તેમની વાર્તાઓના મૂળ શાસ્ત્રોમાં છે. તેમાં કોઈ શંકા નથી કે 'કલ્કિ'ની વિઝ્યુઅલ પ્રેરણા 'મેડ મેક્સ' ફિલ્મોમાંથી લેવામાં આવી છે. તેમ છતાં, 'કલ્કિ' અલગ લાગ્યું કારણ કે મારા માટે, પ્રોડક્શન ડિઝાઇન અને સેટ કરતાં વાર્તા બની રહી હતી તે વધુ મહત્ત્વની હતી. અશ્વિને બંનેને સારી રીતે જોડી દીધા છે.
તેમણે પ્રભાસના પાત્રને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી. તેમના કહેવા પ્રમાણે, 'કલ્કિ'ની સિક્વલમાં પ્રભાસનું પાત્ર મરી જશે. ભારદ્વાજે કહ્યું કે, વિલનની સ્વીકૃતિ મેળવવા માટે પ્રભાસ એટલે કે કર્ણના પાત્રને મારી નાંખવામાં આવશે. જ્યારે કૃષ્ણ અને અશ્વત્થામા તેને મુક્તિના માર્ગ પર લઈ જવા માંગે છે.
'કલ્કિ'માં કૃષ્ણનો ચહેરો બતાવવામાં આવ્યો નથી. તેમના ચહેરા પર પડછાયો બતાવાયો છે. લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે આ રોલ નાની અથવા મહેશ બાબુએ ભજવ્યો છે. પણ એવું નથી. 'કલ્કી'માં કૃષ્ણની ભૂમિકા કૃષ્ણકુમાર બાલાસુબ્રમણ્યમ નામના તમિલ અભિનેતાએ ભજવ્યું હતું.. નાગ અશ્વિને તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ભવિષ્યમાં પણ કૃષ્ણનો ચહેરો બતાવવાના નથી.
અશ્વીને કહ્યું કે, ફિલ્મમાં કૃષ્ણના પાત્રને સિલુએટમાં (પડછાયા રીતે) બતાવવામાં આવ્યું હતું જેથી તે પાત્રનું મહત્વ જળવાઈ રહે. તેમણે માત્ર એક અભિનેતા કે વ્યક્તિ ન રહેવું જોઈએ. આગામી સિક્વલમાં કૃષ્ણાનો ચહેરો જાહેર કરવાની અમારી કોઈ યોજના નથી. તેમને આ રીતે જ બતાવવામાં આવશે.
નીતીશ ભારદ્વાજે સાથે સાથે મમરો મૂકી દીધો હતો.નીતિશે નાગ અશ્વિનને સૂચન કર્યું કે તે પણ કૃષ્ણના રોલ માટે ઉપલબ્ધ છે. 'મહાભારત'માં કૃષ્ણની ભૂમિકા તેની કારકિર્દીનું સૌથી પ્રતિકાત્મક પાત્ર છે. 'કલ્કી'ની વાત કરીએ તો ફિલ્મે લગભગ 480 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નિર્માતાઓ અનુસાર, ફિલ્મે વિશ્વભરમાં 770 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. 'કલ્કિ'ના અંતે, નિર્માતાઓએ સિક્વલની જાહેરાત કરી હતી. જો કે, તે ક્યારે આવશે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ સામે આવ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp