પ્રભાસની આ ફિલ્મ પહેલા જ દિવસે 200 કરોડની કમાણી કરી લેશે?

PC: twitter.com

તેલુગુ એક્ટર પ્રભાસ,  દિપીકા પદુકોણ અભીનિત  Kalki 2898 AD આમ તો 27 જૂને રીલિઝ થવાની છે, પરંતુ આ ફિલ્મને લઇને એવો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો છે.પ્રભાસની છેલ્લી અનેક ફિલ્મો ફ્લોપ જવા છતા ફિલ્મ ડિક્ટરર્સ પ્રભાસ પર વિશ્વાસ રાખી રહ્યા છે.એવી ધારણા રાખવામાં આવી રહી છે કે પ્રભાસની નવી ફિલ્મ પહેલાં જ દિવસે 200 કરોડ રૂપિયાથી ઓપનીંગ કરી શકે છે. જો આવું થશે તો પ્રભાસની આ ફિલ્મ એક નવો ઇતિહાસ રચી દેશે. પ્રભાસનું આખું નામ જાણીને તમે ચોંકી જશો. તેનું આખું નામ છે ઉપ્પલાપતિ વેંકટ સૂર્યનારાયણ પ્રભાસ રાજૂ.

Kalki 2898 AD નું ઉત્તર અમેરિકામાંએડવાન્સ બુકિંગ ખુલ્યું છે. Sacknilk.com ના અહેવાલ મુજબ, નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ઉત્તર અમેરિકામાં 2 મિલિયન ડોલરથી વધુનું એડવાન્સ બુકિંગ મેળવનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.મતલબ કે ફિલ્મ રીલિઝ થતા પહેલાં જ માત્ર નોર્થ અમેરિકામાંથી જ 16 કરોડ રૂપિયાની કમાણી થઇ ગઇ છે. આ આંકડો હજુ વધી શકે છે, કારણ કે ફિલ્મ રિલીઝ થવામાં હજુ 3 દિવસ બાકી છે.

તો બીજી તરફ Gulte.comના એક રિપોર્ટ મુજબ પ્રભાસની Kalki 2898 AD ફિલ્મનું નોર્થ અમેરિકામાં 70,000 ટિકીટોનું બુકીંગ થઇ ગયું છે. જેમાંથી ફિલ્મે 2.06 મિલિયન ડોલર એટલે કે 17.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં અમેરિકામાં સૌથી વધારે 15.7 કરોડ રૂપિયાની ટિકીટ વેચાઇ ગઇ છે. કેનેડામાં 1.5 કરોડ રૂપિયાની ટિકીટનું વેચાણ થયું છે.

હવે ભારતમાં પણ Kalki 2898 AD નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ જશે. નોર્થ અમેરિકામાં મળેલા પ્રતિસાદ પછી એવી ધારણા રાખવામાં આવી રહી છે કે, ભારતમાં પણ તગડું એડવાન્સ બુકીંગ થશે. ફિલ્મ જગતના નિષ્ણાતોનું માનવું છે કે ઓવરસીઝ અને ભારત બંને મળીને પહેલાં જ દિવસે ફિલ્મ 200 કરોડ કરતા વધારેની કમાણી કરી લેશે. જો આવું થશે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક નવો ઇતિહાસ બનશે.

જો Kalki 2898 AD પહેલા જ દિવસે 200 કરોડ રૂપિયાની કમાણી કરશે તો ભારતીય સિનેમાના ઇતિહાસમાં ત્રીજી ફિલ્મ બની જશે, જેણે 200 કરોડ કરતા વધારેની કમાણી ઓપનિંગમાં કરી હોય. આ પહેલાં પ્રભાસની જ રાજામૌલીના દિગ્દર્શનમાં બનેલી બાહુબલી-2એ પહેલાં જ દિવસે 212 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એ પછી રાજામૌલીની ઓસ્કાર વિનીંગ ફિલ્મ RRRએ પણ 200 કરોડથી વધારે ઓપનીંગ કરી હતી. જો કે આ પહેલાં પ્રભાસની ફિલ્મ ‘સલાર’ વિશે પણ લોકોની એવી ધારણા હતી કે આ ફિલ્મ 200 કરોડ પહેલાં જ દિવસે કમાશે, પરંતુ એ ફિલ્મમાં એવું થયું નહોતું.

ફિલ્મના નિષ્ણાતોનું માનવું છે કે જો Kalki 2898 ADની માઉથ પબ્લીસીટી સારી રહેશે તો આ ફિલ્મ માત્ર નોર્થ અમેરિકામાં જ 10 મિલિયન ડોલર એટલે કે 84 કરોડ રૂપિયાની કમાણી કરી લેશે. RRRને બાદ કરતા કોઇ પણ ભારતીય ફિલ્મે આટલી કમાણી આજ સુધી વિદેશની ધરતી પર કરી નથી.

બાકી લોકોને આ ફિલ્મ કેવી લાગી છે એ તો Kalki 2898AD 27 જૂને સિનેમાઘરોમાં રીલિઝ થશે પછી જ ખબર પડશે.

 આ ફિલ્મ પ્રભાસ અને દિપીકા પદુકોણ ઉપરાંત અમિતાભ બચ્ચન, કમલ હસવ, દિશા પટણી અને રાણા દગ્ગુબાટીની ભૂમિકા પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp