'કન્નપ્પા'માંથી પ્રભાસનો ફોટો લીક, મેકર્સે 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું

PC: instagram.com/cforcinema__

આ દિવસોમાં પ્રભાસનું શેડ્યૂલ ખૂબ જ ટાઈટ છે. કલ્કિ 2898 એડી રિલીઝ થયા પછી, તે ધ રાજા સાબ પર કામ કરી રહ્યો છે. આ પૂર્ણ કર્યા પછી તે હનુ રાઘવપુડીની ફિલ્મ ફૌજીમાં પણ કામ કરશે. આ પછી પણ તેની પાસે બે-ચાર ફિલ્મો બાકી છે. આ મોટા બજેટની ફિલ્મો સિવાય પ્રભાસ વિષ્ણુ મંચુની પૌરાણિક ફિલ્મ કન્નપ્પામાં પણ એક કેમિયો કરશે. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

પ્રભાસનો આ ફોટો લીક થયા પછી મેકર્સે જાહેરાત કરી છે કે, તેઓ આ ફોટોના મૂળ સ્ત્રોતનું નામ જાહેર કરનારને 05 લાખ રૂપિયા આપશે, એટલે કે જેણે પણ આ ફોટો લીક કર્યો છે અને શેર કર્યો છે અથવા જેણે તેને મોકલ્યો છે તેનું નામ બતાવવાવાળાને અથવા તેની સુધી પહોંચાડવાવાળાને આપવામાં આવશે. કાયદેસરની કાર્યવાહી કરવા સાથે, કંપનીએ સ્ત્રોત જાહેર કરનાર માટે ઈનામની જાહેરાત કરી છે.

પ્રભાસનો ફોટો લીક થયા પછી 24 પ્રેમ્સ ફેક્ટરી પ્રોડક્શન હાઉસે જાહેર નિવેદન આપ્યું હતું. જેમાં લખ્યું હતું કે, 'કન્નપ્પા'ની ટીમ તરફથી પ્રભાસના ચાહકો અને સમર્થકો સિવાય તમને બધાને વિનંતી છે. છેલ્લાં આઠ વર્ષથી અમે આ ફિલ્મમાં અમે અમારું તન-મન તમામ આ ફિલ્મમાં લગાવી ચુક્યા છીએ. બે વર્ષના લાંબા સમય પછી, અમારી ટીમ તમારા બધા માટે ઉત્તમ ગુણવત્તાયુક્ત સામગ્રી લાવી રહી છે. તે અમારા માટે ખૂબ જ દુઃખની વાત છે કે, અમારા કામની કેટલીક તસવીરો ચોરી થઈ ગઈ અને તેને ફેલાવી દેવામાં આવી છે.'

'આ ક્રિયાએ માત્ર અમારા દિલ ને દુઃખ જ નથી પહોંચાડ્યું, પરંતુ તે અમારી મહેનત પર પણ પાણી ફેરવ્યા બરાબર છે. જેના કારણે VAX ટીમ સાથે જોડાયેલા લગભગ બે હજાર લોકોની મહેનત વ્યર્થ ગઈ છે. જેઓ આ પ્રોજેક્ટ પર સતત કામ કરી રહ્યા છે. અમારું આ કામ બહાર કેવી રીતે આવ્યું તે અમે શોધી રહ્યા છીએ. અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને આ પાછળ જે કોઈ પણ જવાબદાર હશે તેને શોધવા માટે પોલીસ ફરિયાદ પણ કરીશું.'

'અમે આ બાબતે તમારી પણ મદદ ઈચ્છીએ છીએ. તમને વિનંતી કરવામાં આવે છે કે, આ લીક થયેલો ફોટો કે ફૂટેજ ક્યાંય પણ શેર ન કરો. જેથી અમે તે લોકો સામે કાર્યવાહી કરી શકીએ. જેમણે આ કર્યું છે. જો તમારામાંથી કોઈને આ કોણે કર્યું છે તેની માહિતી હોય, તો કૃપા કરીને અમને જણાવો. તેના બદલામાં અમે તમને 5 લાખ રૂપિયાનું ઈનામ આપીશું.'

જોકે, પ્રોડક્શન હાઉસે હવે પ્રભાસનો વાયરલ લુક તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દીધો છે. તમિલ અને તેલુગુ લોકકથાઓમાં 'કનપ્પા' ખૂબ પ્રખ્યાત છે. તેમને શિવ ભક્ત પણ કહેવામાં આવે છે. ફિલ્મ 'કનપ્પા' આના પર આધારિત છે. પ્રભાસ ઉપરાંત અક્ષય કુમાર, મોહન લાલ અને કાજલ અગ્રવાલ પણ કેમિયોમાં જોવા મળશે. સમાચાર છે કે, અક્ષય આ ફિલ્મમાં ભગવાન શિવની ભૂમિકા ભજવવાનો છે. આ સિવાય મોહન બાબુ, રાહુલ માધવ, મુકેશ ઋષિ જેવા કલાકારો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp