પરસ્પર બાખડ્યા શાહરુખ અને પ્રભાસના ફેન્સ, જાણો શું છે આખો મામલો

PC: koimoi.com

સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ Kalki 2898 ADની કમાણીનો આંકડો માત્ર 4 જ દિવસમાં 555 કરોડને પાર પહોંચી ગયો છે. મેકર્સે પોતે એક સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સને આ બાબતે જાણકારી આપી છે. આ આંકડો સામે આવતા જ સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનના ફેંસ અકળાઈ ગયા અને કિંગ ખાનની ફિલ્મ જવાનની કમાણી સાથે તેની તુલના કરવા લાગ્યા. ટ્રેડ વિશેષજ્ઞ સુમિત કાડેલે પણ આ બાબતે પોસ્ટ કરી છે. હવે એક તરફ શાહરૂખના ફેન્સ છે જે પોતાના પસંદગીના સુપરસ્ટારને મોટો સાબિત કરવામાં લાગ્યા છે અને બીજી તરફ પ્રભાસના ફેન્સને આંકડા પોસ્ટ કરતાં Kalki 2898 ADને અત્યાર સુધીની સૌથી મોટી હિટ બતાવી રહ્યા છે.

આખરે ક્યાંથી શરૂ થઈ બહેસ?

આ આખો ટ્રેન્ડ ત્યારે શરૂ થયો જ્યારે પ્રભાસના ફેન્સે સોશિયલ મીડિયા પર એ લખવાનું શરૂ કર્યું કે Kalki 2898 ADએ શાહરૂખની ફિલ્મ જવાનને શરૂઆતી 4 દિવસોની વર્લ્ડવાઈડ કમાણીના મામલે પાછળ છોડી દીધી છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’એ જ્યાં 4 દિવસોમાં 520 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, તો Kalki 2898 ADના મામલે આ આંકડો 555 કરોડ રૂપિયા રહ્યો છે. તો શું હકીકતમાં પ્રભાસ બોલિવુડના બાદશાહને પોપ્યુલારિટી અને વર્લ્ડ વાઈડ કલેક્શન મામલે બીટ કરવામાં સફળ રહ્યો છે?

ટ્રેડ વિશેષજ્ઞ સુમિત કાડેલે આ બાબતે ટ્વીટ કરી, એક સતત મળનારી ઉપલબ્ધિ જેને ફરીથી યાદ કરવાની જરૂરિયાત છે. જવાને માત્ર 4 દિવસોમાં 520 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને એ પણ સાઉથ ઇન્ડિયન બોક્સ ઓફિસ વિના મળેલા ખાસ સપોર્ટ કે પછી આંકડાઓમાં કોઈ છેડછાડ વિના. જવાન બાદથી લઈને અત્યાર સુધી કોઈ પણ ફિલ્મ આ આંકડો સ્પર્શી શકવામાં સફળ રહી નથી. ગયા વર્ષે જવાને જે આંકડો સ્પર્શ કર્યો તેને ફરી સ્પર્શી શકવું સરળ નહીં હોય.

હવે એક તરફ જ્યાં શાહરૂખના ફેન્સ તેને ભારતીય સિનેમાનો ભગવાન બતાવી રહ્યા છે તો બીજી તરફ પ્રભાસના ફેન્સ બતાવી રહ્યા છે કે કેવી રીતે ચાહિતા સુપરસ્ટારની કમાણીનો આંકડો સૌથી ઉપર નીકળી ગયો. Kalki 2898 AD ન માત્ર IMDb પર 10માંથી 8ની રેટિંગ મળી છે, પરંતુ પબ્લિક પાસેથી પણ પોઝિટિવ માઉથ પબ્લિસિટી મળી રહી છે. સાલાર બાદ આ પ્રભાસની બેક ટૂ બેક બીજી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ છે, જેની ચારેય તરફ ચર્ચા થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp