'જેલ સૌથી ભયાનક જગ્યા',રાજ કુન્દ્રાએ રડતા-રડતા જુઓ શું કહ્યું

PC: twitter.com

રાજ કુન્દ્રાની બાયોપિક UT 69માં તે ખુદ પોતાનું પાત્ર ભજવતો જોવા મળે છે. અભિનેતા તરીકે આ તેની પ્રથમ ફિલ્મ છે. તેમની ફિલ્મ UT 69 રાજ કુન્દ્રાના જેલમાં વિતાવેલા બે મહિનાના અનુભવ પર આધારિત છે. ટ્રેલરમાં તેણે જેલમાં વિતાવેલા તેના મુશ્કેલ દિવસોની ઝલક આપે છે અને શાહનવાઝ અલી દ્વારા નિર્દેશિત તેની ફિલ્મ 3 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટ્રેલર લોન્ચ દરમિયાન રાજ ભાવુક થઈ ગયો હતો. ઘણા સમય પછી તેણે લોકોની સામે પોતાનો માસ્ક હટાવ્યો. રાજે જણાવ્યું કે, માસ્ક પહેરીને લોકોનો સામનો કરવો કેટલું મુશ્કેલ હતું. તેની અંદર ખૂબ જ હલચલ થતી હતી.

રાજે કહ્યું, આ માત્ર ચહેરો ઢાંકવા માટે નહોતો. બલ્કે, એવું હતું કે, મારી અંદર છુપાયેલું દર્દ બીજું કોઈ જોઈ ન શકે. કારણ કે મીડિયા ટ્રાયલ મારા માટે ખૂબ જ પીડાદાયક હતી. જો કે હું જાણું છું કે તમે તમારું કામ કરી રહ્યા છો, પણ હું કોઈની સામે આવવા માંગતો ન હતો. હું નહોતો ઈચ્છતો કે કોઈ મારો ફોટો ક્લિક કરે. મેં નક્કી કર્યું હતું કે, મારી ફિલ્મ આખી દુનિયાને ક્યારે બતાવવા માટે તૈયાર થશે. ત્યારે જ હું તેને મારા મોઢા પરથી ઉતારીશ. અહીં તમને જણાવી દઈએ કે, પોર્નોગ્રાફી કેસમાં ફસાયા બાદ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું.

રાજે કહ્યું કે, આ ફિલ્મ તેના જીવનની એક સત્ય ઘટના પર આધારિત છે. જ્યારે તે જેલની અંદર હતો. તેણે કયા આઘાતમાંથી પસાર થવું પડ્યું? હવે તે લોકોનો તેના પ્રત્યેનો વિશ્વાસ અને પ્રેમ જોઈને ખૂબ જ ખુશ છે. તેને કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ છે. રાજનું કહેવું છે કે, સત્ય ટૂંક સમયમાં બધાની સામે આવશે. તે ખરેખર દુઃખદાયક હોય છે, જ્યારે તમારે એ ગુના માટે સજા ભોગવવી પડે છે, જે તમે કર્યો જ નથી.

તે ખરાબ તબક્કા વિશે વાત કરતી વખતે રાજ કુન્દ્રાનું ગળું ભરાઈ ગયું અને તે રડવા લાગ્યો. રાજે કહ્યું, જ્યારે મામલો તમારા પરિવારની સામે આવે છે ત્યારે તે વધુ પીડાદાયક બને છે. મને તો ઠીક છે, પરંતુ મારી પત્ની (શિલ્પા શેટ્ટી) અને મારા બાળકોને ગાળો આપવાની શું જરૂર હતી. તેમણે કોઈનું શું નુકસાન કર્યું છે?

જેલમાં તેની સારવાર અને ફિલ્મમાં તેના પાત્ર વિશે વાત કરતા રાજ કુન્દ્રાએ કહ્યું, 'આવી સ્થિતિમાં, જ્યારે તમે બ્રિટિશ નાગરિકને જેલમાં લાવો છો, ત્યારે બધું જ મજાનું બની જાય છે. તમને જે પ્રકારનું ભોજન આપવામાં આવે છે, પાણીયુક્ત દાળ, રહેવાની જગ્યા. મારા ઘૂંટણમાં સમસ્યા છે, તેથી હું દેશી શૌચાલયમાં બેસી શકતો નથી. તેથી તેઓએ મને અંગ્રેજી શૌચાલય આપ્યું અને તે પણ ખૂબ ડરામણું હતું. મારી સાથે શું થયું તે તમે ફિલ્મમાં જોશો. રાજે આગળ કહ્યું, 'જેલ ફિલ્મોમાં બતાવવામાં આવતી અમેરિકન જેલો જેવી નથી. અમે જેલનું એક કાળું સત્ય બતાવ્યું છે, સાચું કહું તો, જેલ આ પૃથ્વી પરની સૌથી ડરામણી જગ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp