પ્રિયા પ્રકાશનો રોમેન્ટિક અંદાજ ફરી બન્યો વાયરલ, છવાઈ યુવાનોના દિલ પર

PC: instagram.com/priya prakash varrier

પ્રિયા પ્રકાશ ગયા વર્ષે પોતાના એક નાના વીડિયો દ્વારા વિશ્વમાં છવાઈ ગઈ હતી. ત્યારથી તે સતત ચર્ચામાં રહે છે. ફેન્સ તેના વિશે નાની-નાની વાતો જાણવા માટે આતુર રહે છે. તાજેતરમાં ફરી પ્રિયા લાઇમલાઇટમાં આવી ગઈ છે. પ્રિયાની તેના કો-સ્ટાર રોશન અબ્દુલ રહુફ સાથે કેટલીક તસવીરો સામે આવી છે.

આ ફોટામાં પ્રિયા કો-સ્ટાર રોશન અબ્દુલ સાથે કારની ડેકીમાં રોમાન્સ કરતી જોવા મળી રહી છે. સેલિબ્રેશનની થીમ સાથે કારની ડેકીને લાઇટથી સજાવી દેવામાં આવી છે. આ ફોટો એક ફોટોશૂટ દરમિયાન પાડવામાં આવ્યો છે. પ્રિયાએ આ ફોટા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. પ્રિયા અને રોશનના આ ફોટાને એક દિવસમાં છ લાખથી વધુ લોકોએ લાઇક કર્યા છે. એક ફોટોમાં પ્રિયા પ્રાર્થના કરતી જોવા મળી રહી છે.

પ્રિય પ્રકાશ વોરિયરનું નામ વર્ષ 2018માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરેલા સેલિબ્રિટીઝમાં શામેલ છે. પ્રિયા પ્રકાશ વોરિયરે તાજેતરમાં એક ફોટો શૂટ કરાવ્યું હતું. જેમાં તે રેડ અને વહાઇટ કલરની પહેરેલી ડંગરીમાં અટ્રેક્ટિવ લાગી રહી હતી. ફેન્સે તેનો આ ફોટો ખૂબ પસંદ કર્યો છે. પ્રિયા પ્રકારશ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. તે એક્ટિંગની સાથે સારું ગીત પણ ગાય છે. પ્રિયા રોશન સાથે ફિલ્મ 'ઓરુ અદાર લવ'થી ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp