જેટલા પૈસામાં તમે વર્લ્ડ ટૂર કરી શકો, એટલા પૈસાની પ્રિયંકા ચોપરાએ જ્વેલરી પહેરી

PC: instagram.com/mimi/

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જલ્દી પોતાના મંગેતર નિક જોનસની સાથે લગ્નના બંધનમાં જોડાવા જઈ રહી છે. હાલમાં તેને બ્રાઈડલ શાવર પાર્ટી રાખી હતી જેનાં કેટલાંક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં પ્રિયંકા બહુ ખુશ દેખાય રહી છે.

સામાન્ય રીતે લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે જે કઈ નવી વાત નથી. પરંતુ લગ્ન પહેલાં કરવામાં આવતી પાર્ટીમાં કરોડો રૂપિયાની જ્વેલરી પહેરવાનો સ્વેગ જ કઈ અલગ છે. કંઈક આવો જ સ્વેગ પોતાની બ્રાઈડલ શાવર પાર્ટી પ્રિયંકા ચોપરાનો હતો. તેણી જ્વેલરીની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે.

પ્રિયંકાની આ ડિઝાઈનર જ્વેલરીની કિંમત એટલી છે કે આટલા પૈસામાં તો તમે વર્લ્ડ ટૂર, લગ્ઝરી ગાડી અને બીજું ઘણું બધુ કરી શકાય છે. પ્રિયંકાની આ જ્વેલરી લંડનના ટિફન સ્ટોરમાંથી ખરીદવામાં આવી છે.

પ્રિયંકાની આ જ્વેલરીની કિંમત લગભગ 7.35 કરોડ રૂપિયા છે. તેમાં 2.1 કરોડ રૂપિયાની અંગૂઠીની કિંમત સામેલ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિકએ સગાઈની અંગૂઠી ખરીદવા માટે સ્ટોર બંધ કરાવી દીધો હતો. નિકએ એટલાં માટે આવું કર્યુ હતું જેથી તે એકલો આરામથી રિંગની પસંદ કરી શકે.

સગાઈની રિંગની કિંમતનો સમાવેશ કરીએ તો પ્રિયંકાની જ્વેલરીની કિંમત 10 કરોડ રૂપયા થાય છે. તમને જણાવી દઈએ કે, પ્રિયંકાની આ બ્રાઈજ્ઞડલ શાવર પાર્ટીમાં માત્ર 100 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં માત્ર પરિવારના લોકો અને નજીકના મિત્રો જ સામેલ હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp