'પુષ્પા' એક્ટરને શૂટિંગ માટે જામીન મળ્યા, જગદીશે અલ્લુ સાથે શરૂ કર્યું શૂટિંગ

PC: hindi.news24online.com

અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2'નું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નિર્માતાઓએ આ ફિલ્મને 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યાર પછી દર્શકોમાં આ ફિલ્મને લઈને ઉત્તેજના ઘણી વધી ગઈ છે. જ્યારે, નિર્માતા સમયસર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુષ્પા ધ રાઇઝમાં કેશવની ભૂમિકા ભજવનાર ફિલ્મના એક્ટર જગદીશ પ્રતાપ બંડારીને શૂટિંગ માટે જેલમાંથી જામીન મળી ગયા છે.

હકીકતમાં, અભિનેતા જગદીશ પ્રતાપ બંડારીની ડિસેમ્બર 2023 માં એક મહિલાની આત્મહત્યાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. જામીન મળ્યા પછી જગદીશ પ્રતાપ બંડારી 'પુષ્પાઃ ધ રૂલ'ના સેટ પર પરત ફર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં જગદીશે પુષ્પાના ખાસ મિત્ર કેશવની ભૂમિકા ભજવી હતી. ગંભીર આરોપો વચ્ચે ફિલ્મના શૂટિંગ માટે અભિનેતાને જામીન મળવા અંગે ફિલ્મની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જગદીશ પર આરોપ હતો કે, તેણે એક મહિલાના ઈન્ટિમેટ ફોટો શેર કરવાની ધમકી આપી હતી, ત્યારપછી તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ પછી પોલીસે મહિલાના પરિવારની ફરિયાદના આધારે 6 ડિસેમ્બરે જગદીશની ધરપકડ કરી હતી. ચર્ચા એવી હતી કે, મહિલા શોર્ટ ફિલ્મોમાં કામ કરતી હતી અને જગદીશ સાથે રિલેશનશિપમાં હતી.

જગદીશે 2018માં નિરુદયયોગ નટ્ટુલુ સાથે અભિનયની શરૂઆત કરી હતી અને પછીથી 2019માં 'મલ્લેશમ' અને 'જ્યોર્જ રેડ્ડી', તેમજ 2020માં 'પલાસા 1978' જેવી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ પછી, વર્ષ 2021માં, તેણે બ્લોકબસ્ટર 'પુષ્પા: ધ રાઇઝ'માં કેશવ તરીકે લોકપ્રિયતા મેળવી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જગદીશે પોતાનો ગુનો પણ કબૂલી લીધો હતો. જગદીશ પર તેના જુનિયર કલાકારને અંગત ફોટા દ્વારા બ્લેકમેલ કરવાનો આરોપ હતો અને તેના કારણે અભિનેતાના જુનિયર કલાકારનું મૃત્યુ થયું હતું. એટલા માટે અભિનેતાને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો, જોકે હવે તેને જામીન પર છોડવામાં આવ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, જગદીશે પોતાનો ગુનો કબૂલતા કહ્યું હતું કે, તેણે જ જુનિયર આર્ટિસ્ટના ખાનગી ફોટા પાડ્યા હતા અને તેના દ્વારા તેને બ્લેકમેલ કરી હતી, જેના કારણે જુનિયર આર્ટિસ્ટે આત્મહત્યા કરી લીધી હતી. અભિનેતાએ કહ્યું કે, તે નથી ઈચ્છતો કે મહિલા કોઈ અન્ય પુરુષના પ્રેમમાં પડે. તેથી તેને આ રસ્તો સાચો લાગ્યો. જગદીશે કહ્યું કે, તે મહિલાને પાંચ વર્ષથી ઓળખે છે, પરંતુ ફિલ્મ 'પુષ્પા' હિટ થતાં જ બંને વચ્ચે અંતર આવી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp