પુષ્પારાજને દારૂ-પાનની જાહેરાત માટે 10 કરોડની ઓફર મળી, જુઓ તેણે શું કર્યું

PC: jagran.com

પુષ્પા ફેમ અલ્લુ અર્જુને તાજેતરમાં કંઈક એવું કર્યું છે કે, જે સાંભળીને તેના પર ચાહકોને ગર્વ થશે. હકીકતમાં, અભિનેતાને પાન બ્રાન્ડ અને દારૂની જાહેરાત કરવાની ઓફર મળી હતી, જેને અભિનેતાએ સ્પષ્ટ રીતે નકારી કાઢી હતી.

આ દિવસોમાં અલ્લુ અર્જુન તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2ના શૂટિંગમાં વ્યસ્ત છે. અલ્લુ અર્જુન સાઉથનો મોટો સુપર સ્ટાર છે અને ફેન્સ તેના માટે ખૂબ જ ક્રેઝી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે માત્ર એટલું જ નથી કે, અલ્લુ અર્જુને ફેન્સનું દિલ જીતી લીધું છે. તે એવું કામ કરે છે કે, તેના ચાહકો પોતે જ તેના પર પ્રેમ વરસાવે છે, જેમ કે તાજેતરમાં જ અભિનેતાએ દારૂ અને પણ મસાલા બ્રાન્ડની ઓફર નકારી કાઢી હતી જ્યારે અલ્લુ અર્જુનને આ જાહેરાત માટે મોટી રકમ મળી રહી હતી.

મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જ્યારે પણ અભિનેતા પુષ્પા ફિલ્મમાં ધૂમ્રપાન કરે છે અથવા કંઈક ચાવે છે ત્યારે દારૂ અને પાન બ્રાન્ડ્સ તેમની બ્રાન્ડનો લોગો સ્ક્રીન પર દેખાય તેવું ઈચ્છે છે. આ માટે તેને 10 કરોડ રૂપિયા મળી રહ્યા હતા, પરંતુ અભિનેતા કમ્ફર્ટેબલ નહોતો અને તેણે ના પાડી દીધી.

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે, જ્યારે અલ્લુ અર્જુને કોઈ દારૂ અને પાન બ્રાન્ડની ઓફરને નકારી હોય. અગાઉ એક સમાચાર એવા આવ્યા હતા કે, એક તમાકુ કંપનીએ અભિનેતાને TV જાહેરાતની ઓફર પણ કરી હતી અને તેના માટે સારા એવા પૈસા પણ ચૂકવી રહી હતી, પરંતુ અભિનેતાએ ચોખ્ખી ના પાડી દીધી હતી.

અલ્લુની ફિલ્મ પુષ્પા વિશે વાત કરીએ તો, પુષ્પા ધ રાઇઝ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી, જે એક સુપરહિટ ફિલ્મ હતી. અલ્લુ અર્જુનને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. હવે તે પુષ્પા 2માં વધુ વિસ્ફોટક અવતારમાં જોવા મળશે. થોડા સમય પહેલા આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં અભિનેતાનું મોં લાલ અને વાદળી રંગમાં રંગવામાં આવ્યું હતું. આ સાથે તેણે બંગડીઓ અને અન્ય જ્વેલરી પણ પહેરી હતી. નાકમાં નોઝ પીન અને કાનમાં બુટ્ટી પણ પહેરી હતી. આ પછી, ફિલ્મમાં પોલીસની ભૂમિકા ભજવી રહેલા ફહાદ ફાઝિલનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે સૌ કોઈ રશ્મિકા મંદન્નાના પોસ્ટરની રાહ જોઈ રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પુષ્પાની સિક્વલમાં સાઈ પલ્લવી પણ જોવા મળશે. એવા પણ સમાચાર છે કે, બીજા ભાગમાં કોઈ બોલિવૂડ એક્ટર પણ એન્ટ્રી કરશે. જોકે, મેકર્સે હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરી નથી. આ ફિલ્મ આવતા વર્ષે 15 ઓગસ્ટે રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp