મોદી સરકારે આપી અભિનેતા આર માધવનને મોટી જવાબદારી

PC: facebook.com/RMadhavans

બોલિવુડ અભિનેતા આર માધવનને મોટી જવાબદારી મળી ગઈ છે. મોદી સરકારે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(FTII)ના નવા અધ્યક્ષ તરીકે આર માધવનની નિમણૂક કરી છે. આ સિવાય ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષના રૂપમાં તેનું નામ પસંદ કરવામાં આવ્યું છે. સુચના પ્રસારણ મંત્રાલય તરફથી આ જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શેખર કપૂરનો પ્રેસિડન્ટ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે.

કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આર માધવનને આની શુભેચ્છા આપી હતી અને કહ્યું હતું કે, તેના નેતૃત્વમાં ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થામાં વિકાસની આશા છે.

અનુરાગ ઠાકુરે લખ્યું કે, એક્ટર આર માધવનને દિલથી શુભેચ્છા. તેમને FTII અને ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ શુભેચ્છા. તેમનો અનુભવ આ સંસ્થાને સમુદ્ધ કરવા કામ કરશે. તેમના નેતૃત્વમાં આ સંસ્થા નવી ઊંચાઈઓ સર કરશે. આર માધવનને આ જવાબદારી ત્યારે આપવાની તૈયારી થઈ રહી છે, જ્યારે તેને હાલમાં જ રોકેટ્રીઃ ધ નાંબી ઇફેક્ટ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ એ ફિલ્મ હતી, જેને આર માધવન પોતાના કરિયરની સૌથી ચેલેન્જિંગ ઓવર માનતો હતો.

હાલમાં જ ભારતના PM નરેન્દ્ર મોદી માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ડીનરનું આયોજન કર્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ડીનરમાં આર માધવન પણ જોવા મળ્યો હતો અને તેણે PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી હતી. ત્યાર બાદ આર માધવને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ પણ લખી હતી અને તસવીરો શેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp