બોલિવુડની અભિનેત્રીઓ પર ભારે પડી અંબાણી પરિવારની વહુઓ, જુઓ તસવીરો

PC: filmibeat.com

મંગળવારે અંબાણી પરિવારે મુંબઈમાં જિયો વર્લ્ડ પ્લાઝાની ઓપનિંગ કરી. આ લોન્ચમાં બોલિવુડના ઘણાં સ્ટાર્સ જોવા મળ્યા. કરીના કપૂર, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, પૂજા હેગડે, રણવીર સિંહ જેવા કલાકારો ઈવેન્ટમાં સામેલ થયા.

આ મોલના લોન્ચની ખુશીમાં અંબાણી પરિવારે એક મોટા ઈવેન્ટનું આયોજન કર્યું. જેમાં દીપિકા પાદુકોણ સહિત મોટા બોલિવુડ સ્ટાર્સ જોવા મળ્યા. દીપિકા ઉપરાંત આ ઈવેન્ટમાં મલાઈકા અરોરા, ચિત્રાગંદા સિંહ જેવી અન્ય અદાકારાઓ પણ જોવા મળી હતી.

જિયો વર્લ્ડ પ્લાઝાના ઓપનિંગ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણથી લઇ આલિયા ભટ્ટના લુકે લોકોનું ધ્યાન ખેંચ્યું. પણ અંબાણી પરિવારની વહુઓએ આ અદાકારાઓને મોત આપી. મુકેશ અંબાણી અને નીતા અંબણીની મોટી વહૂ શ્લોકા મહેતાના આઉટફિટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું.

આ ઈવેન્ટમાં અંબાણી પરિવાર પણ સારા આઉટફિટમાં જોવા મળ્યા. જેમાં અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચેંટનો ડ્રેસ ચર્ચાનો વિષય રહ્યો. રાધિકા અનંત અંબાણી સાથે જોવા મળી. રાધિકાને ફેશનિસ્ટાના રૂપમાં ઓળખવામાં આવે છે. જે પોતાની ડ્રેસિંગ સેન્સના કારણે જાણીતી છે.

આ ઈવેન્ટમાં રાધિકાએ ખૂબ જ સુંદર બ્લેક બો ડ્રેસ પહેર્યો હતો. જેની સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા થઇ રહી છે. રાધિકાએ પોતાના આ લુકને હાઈ બનવાળી હેરસ્ટાઇલની સાથે પેર કર્યો હતો. તો અનંત અંબાણીએ પણ બ્લેક કલરનો બંધગળાનો સૂટ પહેર્યો હતો. જેમાં ડાયમંડ બ્રોચ લાગ્યા હતા.

રાધિકાએ અનંત અંબાણી અને સસરા મુકેશ અંબાણીની સાથે તસવીર પડાવી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ આ ઈવેન્ટમાં બ્લૂ ડ્રેસ પહેર્યો હતો. જે સુંદર લાગી રહ્યો હતો. તો તેમની દીકરી ઈશા અંબાણી બ્લેક કલરનો Diorનો લોન્ગ સ્કર્ટ પહેર્યો હતો. જે સુંદર લાગી રહ્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

 
 
 
View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

શ્લોકા મહેતા જિયો વર્લ્ડ પ્લાઝાના ઓપનિંગ ઈવેન્ટમાં ઓફ શોલ્ડર શિમરી શોર્ટ ડ્રેસમાં જોવા મળી. જેની સાથે તેણે મેચિંગ જ્વેલરી અને હિલ્સ પહેરી હતી. તે પોતાના પતિ આકાશ અંબાણીની સાથે ઈવેન્ટમાં પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp