રજનીકાંતના આ ફેને ઘરમાં બનાવ્યું થલાઈવાનું મંદિર, આટલું છે મૂર્તિનું વજન

PC: indiatoday.com

ભારતમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ છે. ફેન્સ તેમને પૂજે છે. તેમની આરતી ઉતારે છે. જોકે, એવી ખબર આવી છે કે રજનીકાંતના એક ફેને તેમના માટે એક મંદિર જ બનાવી દીધું છે. સાંભળીને હેરાનીમાં મૂકાયા હશો ને? પણ આ હકીકત છે.

મેગાસ્ટાર રજનીકાંતના એક જબરા ફેને તમિલનાડુના મદુરાઈમાં પોતાના ઘરમાં થલાઈવાને સમર્પિત એક મંદિર બનાવ્યું છે. પોતાને રજની ફેન માનનારા કાર્તિકે પોતાના ઘરના એક ભાગને મંદિરમાં પરિવર્તિત કર્યું છે. આ મંદિરમાં તેણે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મૂર્તિ સ્થાપિત કરી છે.

કાર્તિક અનુસાર, રજનીકાંતની મૂર્તિનું વજન 250 કિલો છે. તેણે કહ્યું કે, અમારા માટે રજનીકાંત ભગવાન છે. મેં સન્માન આપવા માટે તેમના માટે એક મંદિર બનાવ્યું છે. કાર્તિકની દીકરી અનુશિયાએ પણ રજનીકાંત પ્રત્યે પોતાની પ્રશંસા વ્યક્ત કરી. તેણે જણાવ્યું કે, અમે રજનીકાંતની મૂર્તિની એવી જ રીતે પૂજા કરીએ છીએ, જેવી અમે મંદિરમાં ભગવાનની પૂજા કરીએ છીએ.

રજનીકાંતના આ સુપર ફેન કાર્તિકનું કહેવું છે કે, હું રજનીકાંત સિવાય અન્ય કોઇ અભિનેતાની ફિલ્મ જોતો નથી. અમારા માટે તેઓ ભગવાન છે. માટે તેમના માટે મેં મંદિર બનાવ્યું છે. અમે પાંચ પેઢીઓથી રજની સરના ફેન્સ રહ્યા છે. આ સાંભળીને તમે રજનીકાંત માટે લોકોની દિવાનગીનો આલમ સમજી શકો છો.

ખેર, રજનીકાંતની ફિલ્મોની વાત કરીએ તો, પાછલા દિવસોમાંથી રીલિઝ થયેલી તેમની ફિલ્મ ‘જેલર’ એ સારી કમાણી કરી હતી. આ ફિલ્મમાં રજનીકાંતે એક એવા વ્યક્તિની ભૂમિકા ભજવી હતી જે પોતાના પોલીસકર્મી દીકરાના મોતનો બદલો લેવા માગે છે. આ ફિલ્મમાં મોહનલાલ, શિવરાજકુમાર અને જેકી શ્રોફે અગત્યનો ભાગ ભજવ્યો હતો.

હવે અભિનેતા તેમની આવનારી ફિલ્મ ‘થલાઈવર 170’ની રીલિઝની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ લીડ રોલમાં જોવા મળશે. બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મનો ભાગ રહેશે. થલાઈવર 170નું નિર્દેશન ટીજે ઝાનવેલ કરી રહ્યા છે. બિગ બી અને રજનીકાંતે છેલ્લીવાર મોટા પરદે 1991માં મુકુલ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં એકસાથે કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp