નિકાહ પછી રાખી સાવંતે હિજાબ પહેર્યો, ઇસ્લામ અપનાવીને ફાતિમા બની હતી

PC: .livehindustan.com

બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંતને એમ જ ડ્રામા ક્વીન કહેવામાં આવતી નથી. તેની એક્ટિંગ જોઈને ફેન્સ હસવાનું રોકી શકતા નથી. હાલમાં જ રાખી સાવંતે તેના નિકાહનામા અને કોર્ટ મેરેજની તસવીરો શેર કરી અને જણાવ્યું કે તેણે ગયા વર્ષે બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે લગ્ન કર્યા છે. આ દરમિયાન રાખીએ ઈસ્લામ કબૂલ કર્યા બાદ હિજાબ પહેરેલી જોવા મળી છે. તેણે ઓરેંજ કલરનો હિજાબ પહેરેલો વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

અભિનેત્રી રાખી સાવંત આદિલ ખાન દુર્રાની સાથેના ગુપ્ત લગ્નને લઈને સતત ચર્ચામાં રહે છે. રાખી સતત કહી રહી હતી કે તેણે આદિલ સાથે ઇસ્લામ અનુસાર લગ્ન કર્યા છે અને તેણે ઇસ્લામ પણ કબૂલ કર્યો છે, પરંતુ આદિલ આ લગ્નને બધાની સામે સ્વીકારી રહ્યો નહોતો. હવે આદિલે પણ પોતાના લગ્નને લઈને મૌન તોડ્યું છે અને નિવેદન આપ્યું છે. આદિલે રાખી સાવંત સાથેના લગ્ન સ્વીકારી લીધા છે અને કહ્યું છે કે તે તેના પરિવારને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ બધાની વચ્ચે ઈસ્લામ અપનાવ્યા બાદ રાખી સાવંત હિજાબ પહેરેલી જોવા મળી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

રાખી સાવંતે હવે તેનો એક નવો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે હિજાબ પહેરેલી જોવા મળી રહી છે. વીડિયોની શરૂઆતમાં રાખી સાવંત કેસરી રંગનો હિજાબ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તે આ વીડિયોમાં આદિલ સાથે મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. આ પહેલા પણ રાખીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જ મેરેજ સર્ટિફિકેટ દ્વારા પોતાના અને આદિલના લગ્નનો ખુલાસો કર્યો હતો.

આદિલે રાખી સાથેના પોતાના નિકાહની વાત સ્વીકારીને કહ્યું છે કે, હું અને રાખી પરણેલા છે અને અમે બંને ખુશ છીએ. મારા પરિવારને આ બાબતે જાણકારી છે, પરંતુ હજુ સુધી તેઓ રાખી સાથેના નિકાહથી રાજી નથી. એમને મનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આદિલે કહ્યુ કે, પહેલાં હું આ વાતથી ઇન્કાર કરી રહ્યો હતો, પરંતુ મેં જોયું કે જ્યાં રાખી હોય છે ત્યાં વિવાદ હોય જ છે. હવે જ્યારે મીડિયામાં આટલી બધી ચર્ચા ચાલી રહી છે ત્યારે વાત સ્વીકારી લેવામાં જ શાણપણ છે એવું મને લાગ્યું.

એક ઇન્ટરવ્યૂમાં રાખી સાવંતે કહ્યું કે આદિલ સાથે લગ્ન કરીને ઇસ્લામ અપનાવ્યો છે અને આદિલે મારું નામ રાખી બદલીને ફાતિમા રાખ્યું છે, જે મને પસંદ આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp