રામ મંદિરના ઉદ્વાટન અગાઉ નારાજ થયા રામાયણ શૉના લક્ષ્મણ, કારણ જાણી લો

PC: twitter.com

રામાનંદ સાગરનો પોપ્યુલર શૉ ‘રામાયણ’ને આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ શૉને લઈને લોકોની ખૂબ શ્રદ્ધા છે. આ શૉમાં રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા નિભાવનારા સ્ટાર્સને અસલી જિંદગીમાં પણ દર્શન ભગવાનનો દરજ્જો આપે છે. આ દરમિયાન લક્ષ્મણની ભૂમિકા ભજવી ચૂકેલા સુનિલ લહરી ખૂબ નારાજ નજરે પડી રહ્યા છે. સુનિલને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ મળ્યું નથી. જ્યારે રામ એટલે કે અરુણ ગોવિલ અને સીતા માતા દીપિકા ચિખલિયાને ખાસ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે નિમંત્રણ ન મળવાને લઈને સુનિલ લહરીને ખૂબ માઠું લાગ્યું છે. સુનિલ લહરીએ પોતાનું રીએક્શન આપ્યું છે.

સુનિલ લહરીએ હાલમાં જ એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમને અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ મળ્યું નથી. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, એ જરૂરી નથી કે દરેક વખત તમને બોલાવવામાં આવે, પરંતુ એમ થતું તો સારું લાગતું. ખેર આ વાતથી મને વધારે નિરાશ નથી. ત્યારબાદ સુનિલ લહરીએ વર્ષ 2024માં થનારા કાર્યક્રમથી પોતાને બહાર રાખવા બાબતે વાત કરી. તેમણે કહ્યું કે, કદાચ કાર્યક્રમના આયોજકોને લાગતું હશે કે લક્ષ્મણ એટલે કે મારો કિરદાર એટલો મહત્ત્વપૂર્ણ નથી એટલે મને આમંત્રિત કરવામાં આવ્યો નથી, કે પછી પર્સનલી મને પસંદ ન કરતા હોય.

ત્યારબાદ તેમણે એ વાત પર હેરાની વ્યક્ત કરી કે રામાયણ શૉના અન્ય ક્રમમાંથી કોઈને આ કાર્યક્રમ માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું નથી. સુનિલની આ વાતોથી સ્પષ્ટ છે કે તે આ કાર્યક્રમમાં જવા માગતા હતા, પરંતુ નિમંત્રણ ન મળવાના કારણે તેઓ નહીં જાય. ઉલ્લેખનીય છે કે, લક્ષ્મણ એટલે કે સુનિલ લહરી એક્ટિંગ સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ મોટા ભાગે રામાયણ સાથે જોડાયેલી જૂની યાદો સાથે પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતા રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુનિલ લહરીની સારી એવી ફેન ફોલોઇંગ છે.

એક ન્યૂઝ એજન્સીને આપેલા જૂના ઇન્ટરવ્યૂમાં સુનિલ લહરીએ લક્ષ્મણની ભૂમિકા નિભાવવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે હું રામયણની શૂટિંગ કરી રહ્યો હતો, તો મારી પાસે લક્ષ્મણની ભૂમિકા માટે કોઈ રેફ્રેન્સ નહોતી અને જો હું કંઇ પણ કરવામાં સફળ રહ્યો છું, તો તે સાગર સાહેબ (રામાનંદ સાગર)ના માર્ગદર્શનના કારણે છે. તેનો શ્રેય તેમને અને ટેલિવિઝન ધારાવાહિક લેખકોને જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp