રણબીર કપૂરે લીધો મોટો નિર્ણય, ભગવાન રામ માટે નોનવેજ-દારૂને હાથ પણ નહીં લગાડે!

PC: goosspoos.com

રણબીર કપૂર તેની દમદાર એક્ટિંગ માટે જાણીતો છે. જ્યારે પણ તે સ્ક્રીન પર આવે છે ત્યારે તે નવા અવતારમાં જ જોવા મળે છે. આવી સ્થિતિમાં તે પોતાના કામ પર ખૂબ ધ્યાન પણ આપે છે. આ દિવસોમાં ચર્ચા છે કે, તે નિતેશ તિવારીની રામાયણમાં જોવા મળશે. ભગવાન રામની ભૂમિકા ભજવવા માટે તેણે નોન વેજ અને દારૂ છોડી દીધો હોવાની ચર્ચા છે.

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ચાહકો માટે દર વખતે નવા અવતારમાં દેખાય છે. તે નવા નવા પાત્રો ભજવતો જોવા મળે છે અને તેણે આ ભૂમિકાઓ માટે ઘણો પરસેવો પણ પાડ્યો છે. હવે તમે તેની ફિલ્મ 'એનિમલ' જ લો, તેણે આ એક્શન અને ક્રેઝી રોલ માટે શાનદાર બોડી બનાવી છે. હવે આ દરમિયાન તેણે પોતાની નવી ફિલ્મની તૈયારી પણ શરૂ કરી દીધી છે. એવી ચર્ચા છે કે, નીતિશ તિવારીની આગામી ફિલ્મ 'રામાયણ' માટે રણબીર કપૂરે નોન-વેજ અને આલ્કોહોલ (દારૂ)ને બાય બાય કહી દીધું છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 'રામાયણ'નું શૂટિંગ થાય ત્યાં સુધીમાં રણબીર કપૂર તેના રોલ માટે ખૂબ જ મહેનત કરવાનો છે. પાત્રના રોલમાં આવવા માટે તે ઘણા ફેરફારો પણ કરી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે, તે આલ્કોહોલ (દારૂ) અને માંસને સ્પર્શ પણ નહીં કરે. આ કારણે તેઓ મોડી રાતની પાર્ટીઓમાં જવાનું પણ ટાળશે.

સૂત્રએ કહ્યું, 'જ્યારે ફિલ્મ રામાયણનું શૂટિંગ થઈ રહ્યું હશે, ત્યારે રણબીર આલ્કોહોલ (દારૂ) પીવાનું અને નોન-વેજ ખાવાનું સંપૂર્ણપણે ટાળશે. તે આવું માત્ર દેખાવ માટે નહીં પરંતુ પાત્રને માન આપવા માટે કરશે જેથી તે પોતાની જાતને તે ભૂમિકામાં સારી રીતે અનુકૂળ થઈ શકે અને જરૂરિયાત મુજબ ફેરફારો અનુભવી શકે.'

નિતેશ તિવારીની 'રામાયણ' વિશે વાત કરીએ તો, કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂર અને સાઈ પલ્લવી ફેબ્રુઆરી 2024માં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવનાર યશ જુલાઈમાં કાસ્ટ સાથે જોડાશે. તે માત્ર 15 દિવસનું શૂટિંગ કરશે. તેની ભૂમિકા આ ભાગમાં વધુ નહીં હોય. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ફિલ્મની વાર્તા સીતાના અપહરણ સાથે સમાપ્ત થઈ શકે છે.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ફિલ્મ ઓગસ્ટ 2024 સુધીમાં ફ્લોર પર જશે. તેને ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. જ્યાં કથાનું કેન્દ્ર રામ અને સીતા પર હશે અને સીતાહરણ બતાવવામાં આવશે. ફિલ્મના VFX માટે ઓસ્કાર વિજેતા કંપની DNEGનો સંપર્ક કરવામાં આવ્યો છે.

રણબીર કપૂરના ચાહકો આ સમાચાર સાંભળીને ખુશ થયા છે અને તેના વખાણ કરી રહ્યા છે કે, તે એક ફિલ્મ માટે આટલો મોટો બલિદાન આપવા તૈયાર છે.

અહીં તમને જણાવી દઈએ કે, રણબીર કપૂરની આગામી ફિલ્મ 'એનિમલ' છે, જેમાં તે અનિલ કપૂર, રશ્મિકા મંદન્નાથી લઈને બોબી દેઓલ જેવા સ્ટાર્સ સાથે જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp