'એનિમલ' પર લાગ્યો ચોરીનો આરોપ, આ પ્રસિદ્ધ ફિલ્મથી કોપી કરાયો ગંડાસા સીન

PC: indiatvnews.com

રણબીર કપૂર અને બોબી દેઓલ અભિનીત ફિલ્મ ‘એનિમલ’નું ટ્રેલર દમદાર નજરે પડી રહ્યું છે. જે પ્રકારનો સ્વેગ, અલગ પ્રકારના હથિયાર અને એક્શન દેખાડવામાં આવ્યા છે, તેને જોયા બાદ દરેક ઇમ્પ્રેસ દેખાઈ રહ્યું છે. દરેકના મોઢે માત્ર એક જ વસ્તુ છે કે ફિલ્મ હિટ થવાની છે અને ઉપરથી રણબીરનો જે લુક છે, તેનું તો કહેવું જ શું. લાંબા વાળ, દાઢી, ડેશિંગ લુક સાથે જે પ્રકારના એટિટ્યુડથી એક્ટરે વૉક કર્યું છે અને તલવાર ગંડાસા ચલાવ્યો છે આ બધુ શાનદાર જ દેખાઈ રહ્યું છે.

પરંતુ એક ગરબડ થઈ ગઈ છે અને તે એ કે ‘એનિમલ’માં જે ગંડાસા ચલાવતા રણબીરનું સીન છે તે એક હોલિવુડ ફિલ્મ ‘ઓલ્ડ બોય’થી કોપી કરવામાં આવ્યું છે. જો કે, જે હોલિવુડ ફિલ્મ છે તેમાં ન તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે અને ન તો વધારે હોલિવુડ ફિલ્મમાં સિનેમેટિક અંદાજ જોવા મળી રહ્યો છે. ખૂબ જ સિમ્પલ ઢંગે લોકોને હીરો મારી રહ્યો છે અને જીત હાંસલ કરી રહ્યો છે. એ પિક્ચરમાં દેખાઈ રહ્યું છે. તો રણવીરની ફિલ્મ ‘એનિમલ’ની વાત કરીએ તો આ સીનમાં બેકગ્રાઉન્ડ મ્યૂઝિક દેખાડવામાં આવ્યું છે.

ઉપસ્થિત લોકોએ ફેન્સી હેડગિયર પહેર્યા છે. સાથે જ લાંબા વાળોમાં નજરે આવતા રણવીરની આંખોમાં ગુસ્સો પણ નજરે પડી રહ્યો છે. ખૂબ જ શાનદાર સિનેમેટિક અંદાજ આ સીનને આપવામાં આવ્યો છે. જો કે, બંને ફિલ્મો પૂરી રીતે સેમ નથી. માત્ર એક સીનના કારણે ‘એનિમલ’ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તે હોલિવુડ ફિલ્મનું કોપી છે. ઉલ્લેખનીય છે કે રણબીર-બોબીની આ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રીલિઝ થઈ રહી છે.

ફિલ્મમાં અનિલ કપૂરે રણબીર કપૂરના પિતાનો રોલ કર્યો છે. ફિલ્મની કહાની પિતા અને દીકરાની બોન્ડિંગની આસપાસ ફરતી નજરે પડવાની છે. પિતાનો જીવ બચાવવા માટે કઇ હદ સુધી દીકરો ક્રાઇમ કરે છે એ જોવા જેવુ છે. તેની સાથે ફિલ્મમાં રશ્મિકા મંદાના અને બોબી દેઓલ પણ લીડ રોલમાં નજરે પડવાના છે. રશ્મિકાએ રણબીરની પત્નીનો રોલ અદા કર્યો છે. ફિલ્મનું ડિરેક્શન સંદીપ બંગા રેડ્ડીએ સાંભળ્યું છે. તેઓ કબીર સિંહ માટે જાણીતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp