સોશિયલ મીડિયાથી કેમ દૂર છે રાની મુખર્જી? બોલી- ફેન્સ કરે છે મને પ્રમોટ,કદાચ હું.

PC: informalnewz.com

બોલિવૂડની સૌથી શાનદાર એક્ટ્રેસમાંથી એક કહેવાતી રાની મુખર્જીના આજે પણ ઘણા ચાહનારા છે. આજે પણ દર્શકોને રાની મુખર્જીની ફિલ્મોનો ઇંતજાર રહે છે. જ્યારે તેની ફિલ્મો આવે છે, તેને ખૂબ પ્રેમ મળે છે, પરંતુ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ન હોવાથી ઘણા ફેન્સ નારાજ રહે છે. દરેક ફેન પોતાના ફેવરિટ સ્ટારની જિંદગીમાં ડોકિયું કરવા માગે છે, પરંતુ રાની મુખર્જી સોશિયલ મીડિયા પર ન હોવાથી તેના ફેન્સને તેની જિંદગી બાબતે જાણવાનો અવસર મળતો નથી.

સોશિયલ મીડિયા પર પોતાની ઉપસ્થિતિ બાબતે રાની મુખર્જીએ એક ઇવેન્ટમાં વાત કરી. તેણે કહ્યું કે, મારી પાસે ખૂબ શાનદાર ફેન્સ છે, જે મને સતત પ્રમોટ કરતા રહે છે. હું પોતાને પ્રમોટ કરું કે ન કરું, તેઓ સતત એ કરી રહ્યા છે. તો હા હું ખૂબ લકી છું કે મારી પાસે ખૂબ સારી ફેન ફોલોઇંગ છે. એવા ફેન્સ ગ્રુપો છે જેણે આ પેઢી માટે પણ મને જીવતી રાખી છે અને લોકોને યાદ અપાવતા રહે છે કે હું કોણ છું. હું ઘણી જાહેરાતોમાં કામ કરી રહી છું, તો હું લોકોની નજરોમાં અને તેમના ટીવી પર હંમેશાં રહેતી નથી. હા મારી ફિલ્મો મારા માટે તે કામ કરે છે.

તેણે આગળ કહ્યું કે, હું ખૂબ સિમ્પલ જિંદગી જીવવાની પસંદ કરું છું. મને લાગે છે કે જેટલી વધુ વસ્તુમાં આપણે ઘૂસીએ છીએ એટલું આપણને બેસ્ટ આપવું પડે છે. મને એ વસ્તુ કરવાની પસંદ છે, જેમાં હું પોતાનું 100 ટકા આપી શકું છું. સોશિયલ મીડિયા પર હું કદાચ પોતાનું 100 ટકા આપી ન શકું, તો હું એ એકસ્ટ્રા લોડ લેવા માગતી નથી. હું ખુશ છું જે પ્રકારે આ બધુ ચાલી રહ્યું છે, જે પ્રકારે લોકો મારી ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સિસ નૉર્વે' જોવા ગયા. તે જોઈને મને ખુશી થાય છે કે ચાલો આજે પણ મને લોકો જાણે છે. ઓળખે છે.

રાની મુખર્જીએ કહ્યું કે, હું એક એક્ટર તરીકે પોતાની બાઉન્ડ્રીને હંમેશાં પુશ કરતી રહીશ. હું હંમેશાં એ ભૂમિકાની રાહ જોતી રહીશ, જે મને અને આગામી પેઢીને પ્રેરણા આપશે. આ એ વસ્તુ છે જેની હું રાહ જોઉ છું. રાની મુખર્જી અંતિમ વખત 'મિસિસ ચેટર્જી વર્સિસ નૉર્વે'માં નજરે પડી હતી. તેમાં તેની સાથે એક્ટર અનિર્બાન ભટ્ટાચાર્ય અને જિમ સરભ નજરે પડ્યા હતા. ફિલ્મની કહાની નૉર્વેમાં રહેતી એક માતા પર આધારિત હતી, જેના બાળકોને ચાઇલ્ડ વેલ્ફેર સર્વેસ માટે લોકોને ખોટી જાણકારી મળવા પર ઉઠાવી લઈ જાય છે. મહિલાને કોર્ટમાં પોતાના બાળકોને ફરી હાંસલ કરવા લડાઈ લડવી પડે છે. આ ફિલ્મને પોઝિટિવ રીએક્શન મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp