રણવીર-દીપિકાએ મુંબઈમાં ખરીદ્યું આલિશાન ઘર, સામે આવ્યો ફ્લેટનો વીડિયો

PC: siasat.com

રણવીર-દીપિકા પાદુકોણની જોડીને લોકો ઘણી પસંદ કરે છે. બંને જ કલાકારો પોતાની દમદાર એક્ટિંગથી ફેન્સનું ઘણું મનરંજન કરે છે. જોકે આ બંને સ્ટાર્સ એકબીજાથી ઘણી અલગ છે છતાં પણ એક કપલ તરીકે આ બંને એકબીજા સાથે ઘણા સુંદર લાગે છે. હાલમાં જ બંનેએ મુંબઈમાં એક આલિશાન ઘર ખરીદ્યું છે. તેમના આ ફ્લેટનો એક વીડિયો સામે આવ્યો છે. 24 નવેમ્બરના રોજ દીપિકા-રણવીરના નવા ઘરનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.

જેમ કે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દીપવીરનું આ નવું ઘર હજુ બની રહ્યું છે. આ બિલ્ડીંગમાં ગેટની આગળ એક એલઈડી લાગેલું છે જેમાં સાફ દેખાઈ રહ્યું છે કેતેમનું ઘર બનવા પછી કેવી લાગશે. ઓગષ્ટમાં રણવીર અને દીપિકાએ પોતાના ઘરના ગૃહ પ્રવેશની પૂજાના ફોટોઝ શેર કર્યા હતા., જે ઈન્ટરનેટ પર ઘણ વાયરલ થયા છે. ફોટોઝમાં રણવીર અને દીપિકા હવન કરતા જોવા મળે છે. ફેન્સ ઘણા સમયથી તેમના આ નવ ઘરને જોવાની ઘણી ઉતાવળ છે.

 
 
 
View this post on Instagram

A post shared by @varindertchawla

દીપિકા-રણવીરને પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે. તેમને એકબીજા સાથે રહેતા 10 વર્ષ થઈ ગયા છે. એક ઈન્ટરવ્યુમાં રણવીરે કહ્યું હતું કે, તે અને તેની પત્ની દીપિકા 2012થી સંબંધમાં છે. બોલિવુડના આ કપલે લાઈફમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે છતાં બંનેએ હંમેશા એકબીજાનો સાથ આપ્યો છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવુડના પાવર કપલમાંના એક છે. કપલે પોતાના પ્રેમથી લોકોને પ્રેમ કરવાનો શીખવાડી દીધો છે. પરંતુ થોડા સમયથી બંનેના અલગ થવાની વાતો સામે આવી રહી છે. આ ખરેખર સૌ કોઈ માટે શોકિંગ છે. જોકે હવે દીપિકા-રણવીરના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી. દીપિકા-રણવીર કાલે પણ સાથે હતા અને આજે પણ સાથે જ છે. લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં દીપિકાએ ક્લિયર કરી દીધું છે કે કપલની બંને બધુ સારું છે.

રણવીર સિંહ છેલ્લે 'જયેશભાઈ જોરદાર' ફિલ્મમાં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. જ્યારે દીપિકા પાદુકોણ હવે તેની આગામી ફિલ્મ 'પઠાણ'માં શાહરુખ ખાન સાથે જોવા મળવાની છે. આ સિવાય ઋતિક રોશન અને પ્રભાસ સાથે પણ તે એક ફિલ્મમાં જોવા મળવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp