રણવીર સિંહની એડ પર ભડક્યા સુશાંતના ફેન્સ, જુઓ એવું શું છે જાહેરાતમાં

PC: dnaindia.com

આપણે કમર્શિયલ એડ જોતા જ હોઈએ છીએ. એડ કેટલી બધી ઈનોવેટીવ બનાવવામાં આવતી હોય છે જેથી, ગ્રાહક એ ખરીદવા તરફ આકર્ષાય. આપણે ફિલ્મ કે સીરિયલો જોતાં હોઈએ અને કોઈક ટ્વીસ્ટ આવવાનું હોય ત્યારે જ કેટલી ચપળતાથી એડ આપી દેવામાં આવે છે નહીં! નાના બાળકોથી લઈને મોટેરા સુધી એડ જોઈને કેટલીક વસ્તુઓ ખરીદવા પ્રેરાતા હોય છે. તો એ એડ બનાવવા દરમિયાન કેટલીક વખતે વિવાદ ઊભો થઈ જાય છે, તેને લોકો ટ્રોલ કરતાં પણ હોય છે.

થોડા મહિનાઓ પહેલા તનિષ્કની એડ પર વિવાદ ઊભો થઈ ગયો હતો, ત્યારે કંપનીને એ એડ હટાવવાની ફરજ પડી હતી. હવે વધુ એક એડ વિવાદમાં સપડાઈ છે. જે એડ વિવાદમાં સપડાઈ છે એ છે બિંગો મેડ એંગલ્સની અને આ એડ એક્ટર રણવીર કપૂર દ્વારા કરવામાં આવી છે. 

દિવંગત બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના ફેન્સે રણવીર સિંહની નવી એડને ટ્રોલ કરી દીધી છે. રણવીર સિંહની આ એડ બિંગો મેડ એંગલ્સ માટે હતી, જેના પર આરોપ લાગ્યો છે કે તેમાં સુશાંત સિંહ રાજપુતની મજાક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એડમાં રણવીર સિંહને તેના પરિવારજનો વારંવાર તેના ફ્યુચર પ્લાન્સને લઈને સવાલ પૂછતા નજરે પડી રહ્યા છે.

મેડ એંગલ્સ ખાધા બાદ રણવીર સિંહ ખૂબ ભારે ભરકમ સાઇન્ટિસ્ટ ટર્મ્સ બોલીને પોતાના પરિવારજનોના હોશ ઉડાવી દે છે. હવે સુશાંત સિંહ રાજપૂતના ફેન્સનો આરોપ છે કે સુશાંત સિંહ રાજપૂત એકમાત્ર એવો એક્ટર હતો જેને વિજ્ઞાનને લઈને આટલી વધારે રુચિ અને વલણ હતું.

એક યુઝરે લખ્યું કે, ‘મિત્રમંડળમાં એલિયન્સની ફિલિંગ્સ મેચ કરવાની છે. એ વાક્યથી તમારો મતલબ શું છે? બીજા એક યુઝરે લખ્યું કે, ‘મિસ્ટર કાર્ટૂન રણવીર સિંહ સાથે આ એડને નીચે પાડો. આ સીધી રીતે આપણાં સુશાંત સિંહ પર પ્રહાર કરવા માટે છે. લોકોએ આ એડ ન હટાવવા પર પરિણામ ભોગવવા તૈયાર રહેવાની વાત કહી છે. તો બીજા એક યુઝરે લખ્યું કે, ‘જુઓ કઈ રીતે રણવીર સિંહ અને બિંગો મળીને આપણાં સુશાંત સિંહ રાજપૂતનું મજાક બનાવી રહ્યા છે.

આ રીતેની બધી ટ્વીટ, બિંગો અને રણવીર સિંહને નિશાનો બનાવતા કરવામાં આવી છે, ત્યારબાદ હવે બિંગોએ આ એડમાંથી ડિસલાઇક બટન હટાવી દીધું છે. યુ-ટ્યુબ પર આ વીડિયોના બિંગોની એડ અધિકારીક ટ્વીટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવી હતી, પરંતુ દોઢ લાખ વ્યુઝ બાદ કંપનીએ ડિસલાઇક બટનને ડિસેબલ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp