અરહાન ખાન સાથે રાશાનો સંબંધ, મા રવીનાની સલાહ, હમણા પ્રેમમાં પડશો નહીં, કારણ...

PC: instagram.com/rashathadani

રવિના ટંડન તેના સમયની સુપરસ્ટાર રહી છે. અભિનેત્રીએ ઘણા કલાકારો સાથે ફિલ્મો કરી છે, જેમાંથી ઘણી સુપરહિટ બની છે. રવીનાની સુંદરતા માત્ર ત્યારે જ ન હતી, પરંતુ આજે પણ સુંદર દેખાય છે. અભિનેત્રીની પુત્રીની વાત કરીએ તો રાશા થડાની પણ સુંદરતાના મામલામાં તેની માતાથી ઓછી નથી. હવે તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તાજેતરમાં, રાશા તેના અને અરબાઝ ખાનના પુત્ર અરહાનની ડેટિંગના સમાચારને કારણે પણ હેડલાઇન્સમાં હતી.

રવીના ટંડનની પુત્રી રાશાએ ભલે બોલિવૂડમાં એન્ટ્રી કરી ન હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ વધી રહી છે. જો કે, ફિલ્મોમાં આવતા પહેલા રાશા તેની અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે, રાશા અને અરબાઝ ખાન-મલાઈકા અરોરાનો પુત્ર અરહાન એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ દરમિયાન હવે રવિનાએ તેની પુત્રીને સંબંધને લઈને એક સલાહ આપી છે.

હકીકતમાં, તાજેતરમાં જ એક ફિલ્મી ચેનલમાં, રવિનાને પૂછવામાં આવ્યું હતું કે, તે તેની પુત્રીને કોઈ પ્રેમની સલાહ આપવા માંગે છે, જેના પર અભિનેત્રીએ પહેલા હસીને કહ્યું, 'હાલ પૂરતું તમે, તમારી કારકિર્દી પર ધ્યાન આપો, અભ્યાસ પર ધ્યાન આપો બસ. આ પછી રવિનાને પૂછવામાં આવ્યું કે, શું તે બીજી કોઈ સલાહ આપવા માંગે છે, જેના પર અભિનેત્રીએ કહ્યું, હું બધાને એમ જ કહું છું કે, ક્યારેય સંબંધ રાખવામાં ઉતાવળ ન કરવી. ઘણી છોકરીઓ વિચારે છે કે, જ્યારે તેઓ લગ્ન કરશે ત્યારે તેઓ આવા પોશાક પહેરશે અને મહેંદી લગાવશે. આ એક મોટી પ્રતિબદ્ધતા છે. કાળજીપૂર્વક વિચારો કે શું આ યોગ્ય વ્યક્તિ છે અને જો તમે તમારી આખી જીંદગી તેની સાથે પસાર કરી શકશો તો લગ્ન કરી લો.'

અહીં તમને જણાવી દઈએ કે, જ્યારે અરહાનના પિતા અરબાઝે બીજા લગ્ન કર્યા ત્યારે રવિના તેની પુત્રી રાશા સાથે આવી હતી. રવિનાએ લગ્નની ઘણી તસવીરો પણ શેર કરી હતી. અરબાઝની બીજી પત્ની શૂરા રવીનાની ખૂબ જ નજીક છે, કારણ કે તે તેની મેકઅપ આર્ટિસ્ટ છે.

અહીં અમે તમને રાશા વિશે જણાવી દઈએ કે, તે અભિષેક કપૂરની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જો કે હજુ સુધી ફિલ્મનું નામ ફાઈનલ થયું નથી. આ ફિલ્મમાં અજયનો ભત્રીજો આમાન દેવગન પણ રાશા સાથે ડેબ્યૂ કરી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ એક એક્શન એડવેન્ચર ફિલ્મ હશે, જે 9 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp